________________
========== (૨) રૂા.૧,૦૦૦ અથવા તેથી ઓછી એકંદર વાર્ષિક આવક ધરાવતા સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે અથવા કલમ ૩૩ની પેટા-કલમ (૨) હેઠળ રાજ્ય સરકારે અધિકૃત કરેલી કોઇ વ્યક્તિ પાસે કરાવવું જોઇશે.
ઓડિટ માટેની સત્તા :- કલમ ૩૩ની પેટા-કલમ (૨) અથવા પેટા-કલમ (૪) હેઠળ ઓડિટના હેતુ માટે, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર, પોતે જાતે અથવા ઓડિટરની વિનંતિ ઉપરથી
(૧) યોગ્ય રીતે ઓડિટ કરવા માટે જરૂરી હોય તેવો કોઇ ચોપડો, ખત, હિસાબ, વાઉચર અથવા બીજો દસ્તાવેજ અથવા રેકર્ડ ઓડિટર સમક્ષ રજૂ કરવા.
(૨) જે ટ્રસ્ટી અથવા વ્યક્તિ પાસે કોઇપણ એવા ચોપડા, ખત, હિસાબ, વાઉચર અથવા બીજા દસ્તાવેજ અથવા રેકર્ડનો હવાલો હોય અથવા તેની ઉપર તેનું નિયંત્રણ હોય અથવા તેને માટે જવાબદાર હોય તે ટ્રસ્ટી અથવા કોઇપણ વ્યક્તિને ઓડિટર સમક્ષ જાતે હાજર થવા.
(૩) ઉપર્યુક્ત હેતુ માટે જરૂરી હોય તેવી માહિતી ઓડિટરને ટ્રસ્ટીએ અથવા કોઇ વ્યક્તિએ આપવા.
(૪) જે ટ્રસ્ટી અથવા વ્યક્તિ પાસે, ટ્રસ્ટની માલિકીની કોઇપણ જંગમ મિલકતનો હવાલો હોય અથવા તેની ઉપર તેનું નિયંત્રણ હોય અથવા તેને માટે જવાબદાર હોય તે ટ્રસ્ટી અથવા કોઇપણ વ્યક્તિને, એવી મિલકત ઓડિટની તપાસ માટે રજૂ કરવા અથવા તે માટે જરૂરી હોય તેવી માહિતી ઓડિટરને આપવા માવી શકશે. ઓડિટની રીતઃ
(૧) કલમ ૩૩ની પેટા-કલમ (૨) હેઠળ ઓડિટ કરવા, હિસાબને લગતા ઓડિટરના રિપોર્ટમાં, કલમ ૩૪ની પેટા-કલમ (૨)માં માવ્યું હોય તે ઉપરાંત નીચેની વિગતો હોવી જોઇશે :