________________
૬૩
(ઢ) ઓડિટરને નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરના ધ્યાન પર લાવવાનું યોગ્ય અથવા જરૂરી લાગે તેવી કોઇ ખાસ બાબત.
(૨) ઓડિટરે અથવા કલમ ૩૩ની પેટા-કલમ (૨) હેઠળ આ અર્થે અધિકૃત કરવામાં આવેલી કોઇપણ વ્યક્તિએ કલમ ૩૪ની પેટા-કલમ (૧) હેઠળ તૈયાર કરવાનું માવેલ અને નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને પોતે મોકલેલું સરવૈયું અને આવક જાવકનો હિસાબ અનુક્રમે અનુસૂચિ ૮ અને ૯ના નમૂના પ્રમાણે હોવો જોઇએ. ખાસ ઓડિટ માટેની ફી
(૧) કલમ ૩૩ની પેટા-ક્લમ (૪) હેઠળ કરવાની ખાસ ઓડિટ માટેની ફી, ચેરિટી કમિશ્નરે દરેક કેસના સંજોગો અનુસાર નક્કી કરવી
જોઇશે.
પરંતુ કોઇપણ સંજોગોમાં એવી ફી સાર્વજનિક ટ્રસ્ટની એકંદર વાર્ષિક આવકના અઢી ટકા કરતાં વધારે અથવા રૂ।. ૫૦ કરતાં ઓછી હોવી જોઇશે નહિ.
સ્પષ્ટીકરણ - આ પેટા-નિયમના હેતુઓ માટે એકંદર વાર્ષિક આવકમાં વર્ષ દરમિયાન સાર્વજનિક ટ્રસ્ટની મિલકતનો ભાગ ગણવાના સ્પષ્ટ આદેશ સાથે આપેલા દાન અથવા કરેલી સખાવતો સિવાયની તમામ સાધનો દ્વારા થયેલી એકંદર આવકનો સમાવેશ થશે.
(૨) કલમ ૩૩ની પેટા-કલમ (૪) હેઠળ ખાસ ઓડિટ કરવાનું માવવામાં આવે તે પહેલાં ચેરિટી કમિશ્નર સંબંધિત સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીને અથવા એવા ખાસ ઓડિટ માટે ચેરિટી કમિશ્નરને વિનંતી કરતી વ્યક્તિને ખાસ ઓડિટના ખર્ચને પહોંચી વળવા માટે ચેરિટી કમિશ્નરના અભિપ્રાય મુજબ પૂરતી હોય તેટલી રકમ અનામત મૂકવાનું ફરમાવી શકશે. (૩) ખાસ ઓડિટ પુરું થાય તે પછી ચેરિટી કમિશ્નર ખાસ ઓડિટનો પૂરેપૂરો ખર્ચ અથવા તેનો કોઇ ભાગ સાર્વજનિક ટ્રસ્ટના નાણાં અથવા