Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 95
________________ ૭૪ ૩૧મી માર્ચ ૧૯૭૫ના રોજ પૂરી થતી મુદતના સંબંધમાં કોઇ સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં પેટા-નિયમ (૨) હેઠળ આકારવાનો ફાળો તે સાર્વજનિક ટ્રસ્ટની કુલ આવકના, અથવા યથાપ્રસંગ, તે ટ્રસ્ટે એકઠા કરેલા અથવા મેળવેલાં કુલ વાર્ષિક નાણાંના ૧ ટકાના દરે આકારવો જોઇશે. (૨) ૩૧ મી માર્ચે અથવા કલમ ૩૩ની પેટા-કલમ (૧) હેઠળ આ અર્થે ચેરિટી કમિશ્નરે અમુક ટ્રસ્ટ કે ટ્રસ્ટોના વર્ગ માટે નક્કી કર્યા હોય તેવા બીજા દિવસે પૂરા થતા અગાઉના બાર મહિના દરમિયાન, યથાપ્રસંગ, થયેલી એકંદર વાર્ષિક આવકના અથવા એકઠા કરેલાં અથવા મેળવેલાં નાણાંને આધારે આ ફાળાની આકારણી કરવી જોઇશે. (૩) ફાળાની આકારણી કરવાના હેતુ માટે, કોઇ સાર્વજનિક ટ્રસ્ટની એકંદર વાર્ષિક આવકની અથવા સાર્વજનિક ટ્રસ્ટ ધર્માદા ટ્રસ્ટ હોય ત્યારે તેની કુલ વાર્ષિક એકઠી કરેલી અથવા મેળવેલી આવકની ગણતરી કરતી વખતે નીચેની કપાતો કરવા દેવી જોઇશે : ૧. જેના હેતુઓમાંનો એક હેતુ બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફેલાવો કરવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠા કરેલાં અથવા મેળવેલાં નાણાંનો ભાગ; ૨. જેના હેતુઓમાંનો એક હેતુ તબીબી રાહત આપવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠાં કરેલાં અથવા મેળવેલાં નાણાંનો ભાગ; (૨-ક) જેના હેતુઓમાંનો એક હેતુ પશુઓના રોગની સારવાર કરવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠાં કરેલા અથવા મેળવેલાં નાણાંનો ભાગ; ૩. કોઇપણ સાધન દ્વારા વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી સખાવતો; ૪. ( કમી કર્યો છે.) ૫. સરકાર અથવા સ્થાનિક સત્તાધિકારીઓ તરફ્થી મળેલી ગ્રાન્ટ;

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106