________________
જરૂરી લાગે તેવી કોઇ વધુ તપાસ કરવી જોઇશે; અને
ગ. તપાસ પૂરી થયે પોતાના નિર્ણયો અને તે માટેનાં કારણો નોંધવા જોઇશે; અને
ઘ. તેને એમ લાગતું હોય કે ટ્રસ્ટી અથવા અન્ય કોઇ વ્યક્તિ જેને પરિણામે સાર્વજનિક ટ્રસ્ટને નુક્શાન થયું હોય તેવી ગંભીર બેદરકારી, વિશ્વાસભંગ, દુરુપયોગ અથવા ગેરવર્તણુંક માટે ગુનેગાર છે તો તેણે તે બાબતનો ચેરિટી કમિશ્નરને રિપોર્ટ કરવો જોઇશે અને તેને તપાસના કાગળો મોકલવા જોઇશે.
ક્લમ ૫૦-ક હેઠળની અરજી :
(૧) ચેરિટી કમિશ્નરને કલમ ૫૦-ક હેઠળ કરવાની દરેક અરજીમાં સાર્વજનિક ટ્રસ્ટને લગતી મુખ્ય હકીકતો સંક્ષિપ્તમાં દર્શાવવી જોઇશે અને તેમાં સાથોસાથ નીચેની વિગતોનો સમાવેશ કરવો જોઇશે :
ક. અરજદારનું નામ, ધંધો અને સરનામું.
ખ.
ટ્રસ્ટનું નામ અને વર્ણન તથા તેની ઓફીસનું સરનામું. ગ. સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટર અનુસાર ટ્રસ્ટનો રજિસ્ટર નંબર.
ઘ. ટ્રસ્ટની મિલકતની આશરે કિંમત.
ચ. ટ્રસ્ટની આશરે વાર્ષિક આવક.
છ. ટ્રસ્ટી અને મેનેજરોનાં નામ તથા સરનામાં.
જ. ટ્રસ્ટના ઉદ્દેશો.
ઝ. ટ્રસ્ટના અરજદારના હિતનો પ્રકાર.
ટ. યોજનાની પતાવટ માટેની અરજીનાં કારણો.
ઠ. જેના ઉપર આધાર રાખ્યો હોય તેવા દસ્તાવેજોની યાદી. ડ. ટ્રસ્ટના સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ની કલમ ૯૨ હેઠળ અથવા મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૫૧ હેઠળ કોઇ અરજી અરજદારોએ કે તેમની જાણમાં હોય તેવી