________________
છo
જ. ટ્રસ્ટના ઉદ્દેશો. ઝ. ટ્રસ્ટમાં અરજદારના હિતનો પ્રકાર.
ટ. પગલાં લેવાનું કારણ તથા તેના સમર્થનમાં હોય તે પુરાવાનો સાર અને સુચિત દાવામાં માંગેલી દાદનો પ્રકાર.
ઠ. જેના ઉપર આધાર રાખ્યો હોય તેવા દસ્તાવેજોની યાદી. ડ. અરજદારોદાવાના ખર્ચનક્વીરીતેપોંચી વળવા માંગેછેતે.
ઢ. ટ્રસ્ટના સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ની કલમ ૯૨ હેઠળ કોઇપણ અરજી અરજદારોએ કે તેમની જાણમાં હોય તેવી અન્ય વ્યક્તિઓએ, આ અગાઉ કરી હોય, તો તેની વિગતો અને તેનું પરિણામ.
(૨) અરજીની સાથે, શક્ય હોય તેટલે સુધી, સંબંધિત તમામ દસ્તાવેજોની નકલ સામેલ કરવી જોઇશે.
(૩) ચેરિટી કમિશ્નર, અરજદારોને સાંભળ્યા પછી અને તેને યોગ્ય લાગે તેવી કોઇ તપાસ (હોય તો) કર્યા પછી, અરજીને સંક્ષિપ્ત રીતે કાઢી નાખી શકશે અથવા જેને માટે અરજી કરી હોય તેની મંજુરી આપી શકશે.
પરંતુ ટ્રસ્ટીઓને સુનાવણીની તક આપ્યા સિવાય તેવી કોઇ મંજૂરી આપી શકાશે નહિ.
(૪) ચેરિટી કમિશ્નર તપાસ કરવાનો અથવા પેટા નિયમ (3) હેઠળ ટ્રસ્ટીઓને સાંભળવાનો નિર્ણય કરે અને ટ્રસ્ટીઓ અને પોતાને યોગ્ય લાગે તેવી વ્યક્તિઓ ઉપર નોટિસો બજાવવાનો આદેશ કરે ત્યારે, અરજદારોએ ૧ રિજિસ્ટર પત્ર (પહોંચવાળા) માટેની ચાર્જના ચાલુ દર પ્રમાણે] આવી નોટિસો બજાવવાનું ખર્ચ ચેરિટી કમિશ્નરની ઓફ્સિમાં ભરવું જોઇશે અને સદરહુ વ્યક્તિઓ ઉપર બનાવવા માટે જરૂરી હોય તેટલી અરજીની નકલો પણ મોકલવી જોઇશે.
(૫) દાવો દાખલ કરવા માટે ચેરિટી કમિશ્નર મંજૂરી આપે તે બાબતમાં, તે દાવો કોર્ટમાં દાખલ કરવામાં આવે તે પહેલાં તેણે દાવા-અરજી