________________
૬૯
અન્ય વ્યક્તિઓએ આ અગાઉ કરી હોય તો તેની વિગતો અને તેનું પરિણામ. (૨) અરજી સાથે શક્ય હોય તેટલે સુધી ટ્રસ્ટના ખત સહિત સંબંધિત તમામ દસ્તાવેજોની નકલો સામેલ કરવી જોઇશે.
(૩) અરજી સાથે યોજનાનો મુસદ્દો સામેલ કરવો જોઇશે અને નિયમ ૬ના પેટા-નિયમ (૪)માં જોગવાઇ કરેલી રીતે તેના ઉપર સહી કરવી જોઇશે અને તેની ખરાઇ કરવી જોઇશે.
૧[(૩ક) અરજદારે રજિસ્ટર પત્ર (પહેલાવાળા) માટેના ચાર્જના ચાલુ દર પ્રમાણે ટ્રસ્ટી અને ચેરિટી કમિશ્નરને યોગ્ય લાગે તેવી અન્ય વ્યક્તિઓ ઉપર નોટિસ બજાવવાનું ખર્ચ ચેરિટી કમિશ્નરની ઓફીસમાં ભરવું જોઇએ.]
(૪) ચેરિટી કમિશ્નરની ઓફીસમાં આ સાથે જોડેલી અનુસૂચિ ‘૧૦ ક' માં નિર્દિષ્ટ કરેલા નમૂના પ્રમાણે કલમ ૫૦-ક હેઠળ કરેલી અરજીઓનું એક રજિસ્ટર રાખવું જોઇશે.
ક્લમ ૫૧ હેઠળની અરજી ઃ
(૧) કલમ ૫૦માં નિર્દિષ્ટ કરેલા પ્રકારનો દાવો દાખલ કરવામાં તેની મંજૂરી માટે હિત ધરાવતી વ્યક્તિઓ તરફ્થી ચેરિટી કમિશ્નરને કરવાની દરેક અરજીમાં, મુખ્ય હકીકતો સંક્ષિપ્તમાં દર્શાવવી જોઇશે અને તેમાં સાથોસાથ નીચેની વિગતોનો સમાવેશ કરવો જોઇશે.
ક. અરજદારનું નામ, ધંધો અને સરનામું.
ખ. ટ્રસ્ટનું નામ અને વર્ણન તથા તેની ઓફ્સિનું સરનામું.
ગ. ટ્રસ્ટ નોંધાયેલું હોય તો, સાર્વજનિક ટ્રસ્ટના રજિસ્ટરમાંનો
તેનો નંબર.
ઘ. ટ્રસ્ટની મિલકતોની આશરે કિંમત.
ચ. ટ્રસ્ટની આશરે વાર્ષિક આવક,
છ. ટ્રસ્ટી અને મેનેજરોના નામ તથા સરનામાં.