________________
૪૫
------------------------ ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાને મૂડી નફાની આવક અંગે ક્રયુક્તિઃ
આવકવેરાના કાયદાની કલમ ૧૧ (૧-એ)ની જોગવાઇઓ, ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાને મૂડી-મિલકત (Capital Asset) ના વેચાણ સંબંધી થતી મૂડી નફાની આવકની કરમુક્તિ અંગેની છે. આ કલમ અનુસાર જો ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા ધર્માદા કે ધાર્મિક હેતુસર ધારણ કરવામાં આવેલ કોઇ મૂડી
સ્વરૂપની મિલકતનું હસ્તાંતર કરવામાં આવે, અને તે અંગેના અવેજની ચોખ્ખી રકમ (Net Consideration) કે તેનો ભાગ ટ્રસ્ટના હેતુસર ધારણ કરવા સારું અન્ય કોઇ મૂડી સ્વરૂપની મિલકતમાં રોકવામાં આવે તો, મૂલ મિલકતના હસ્તાંતરથી ઉદભવતા (લાંબાગાળાના કે ટૂંકાગાળાના) મૂડી નફાની આવક પૂરેપૂરી કે અંશતઃ (જે પ્રમાણમાં અવેજની ચોખ્ખી રકમનું રોકાણ કરેલ હોય તે પ્રમાણમાં) કરમુક્ત ગણવામાં આવશે. ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની ધંધાકીય આવક અંગે મુક્તિઃ
આવકવેરા કાયદાની કલમ ૧૧(૪) તથા ૧૧(૪-એ)ની જોગવાઇઓ જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાના ધંધા અંગેની આવકની કરમુક્તિ બાબતની છે. ક્લમ ૧૧(૪-એ)ની જોગવાઇ અનુસાર ધંધાકીય આવક ક્ત નીચેના સંજોગોમાં જ કરમુક્ત ગણાશે.
(અ) જ્યારે ટ્રસ્ટ દ્વારા કે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતો ધંધો, ટ્રસ્ટ કે સંસ્થાના હેતુઓ પાર પાડવા કે સિદ્ધ કરવાને આનુષાંગિક હોય.
તથા,
(બ) આવા ટ્રસ્ટ કે સંસ્થાના ધંધાને લગતા અલગ હિસાબી. ચોપડાઓ રાખવામાં આવતા હોય.
જો ઉપરોક્ત શરતોનું પાલન ન થાય તો તે તેવા ટ્રસ્ટ કે સંસ્થાની ધંધાકીય આવક કરમુક્ત નહીં ગણાતા કરપાત્ર ગણાશે.
વધુમાં, ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા ધારણ કરેલી મિલકતોમાં કોઇ ધંધાકીય એકમનો સમાવેશ થતો હોય, અને તેવા એકમની આવક અંગે.