________________
પર
આકારણી વર્ષ ૨૦૦૦-૨૦૦૧ થી જો કોઇ ધર્માદા સંસ્થા/ફ્ય કોઇ પાછલા વર્ષ દરમ્યાન ધાર્મિક હેતુઓ માટે પોતાની કુલ આવકના ૫% સુધીની જ આવક વાપરે તો તેવી સંસ્થા કે ફ્કને આ કલમ હેઠળ કપાત આપવા અંગેનો પ્રતિબંધ લાગુ પડશે નહિ. આ રીતે મર્યાદિત રકમ સુધીની આવક ધાર્મિક હેતુઓ માટે વાપરવાની છૂટ આપવામાં આવી છે.
જાહેર ધર્માદા ટ્રસ્ટ/સંસ્થા તેમજ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ વિગેરે દ્વારા કેટલીક ચુક્વણીઓમાંથી ઇન્ક્સટેક્ષની ક્થાત (Tax deduction at Source) કરવાની જવાબદારી :
આવકવેરાનાં કાયદા હેઠળ કેટલીક ચુકવણીઓ કરતી વખતે અથવા આવી ચૂકવવાપાત્ર રકમ ખાતેદારનાં ખાતે જમા કરતી વખતે (બેમાંથી જે વહેલું હોય ત્યારે) તેવી ચૂકવણીઓમાંથી નિર્ધારીત દરોએ આવકવેરાની કપાત કરવાની જવાબદારી અંગેની જોગવાઇઓ જાહેર ધર્માદા ટ્રસ્ટ/ધાર્મિક ટ્રસ્ટ/શૈક્ષણિક સંસ્થાઓ વિગેરેને લાગુ પડે છે. ચૂકવણીઓમાંથી કપાત કરનાર શખ્સોએ આવકવેરા કાયદાની કલમ ૨૦૩-એ હેઠળ ટેક્ષ ડિડક્શન એકાઉન્ટ નંબર (ટી.ડી.એ. નંબર) માટે ફોર્મ ૪૯-બીમાં અરજી કરવાની રહે છે. આવી અરજી જે મહિનામાં ચૂકવણીમાંથી સૌ પ્રથમ વાર ટેક્ષ કાપેલ હોય તેના અંતથી એક માસ સુધીમાં કરવી જરૂરી છે. (કસુર બદલ રૂા. ૧૦,૦૦૦/- સુધીનો દંડ થઇ શકે છે. -કલમ ૨૭૨ બી.બી) આવો ટેક્ષ ડિડક્શન નંબર ફાળવવામાં આવે પછી તે નંબર કાપેલ ટેક્ષનાં ભરણાનાં ચલણમાં, ટેક્ષ કપાતનાં સર્ટિફીકેટમાં અને આ અંગેનાં પત્રકોમાં ટાંકવો જરૂરી છે.
પગારમાંથી ટેક્ષ ક્માતઃ
કલમ ૧૯૨ મુજબ કોઇ વ્યક્તિને ચૂકવેલ પગાર તેવી ચુકવણી વાર્ષિક મહત્તમ કરમુક્ત મર્યાદાથી વધતી હોય તો સરેરાશ દરે તેમાંથી આવકવેરો કાપીને સરકારમાં જમા કરાવવો જરૂરી છે આવો કપાત કરેલ