Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 74
________________ ૫૩ વેરો કપાત કર્યાનાં એક અઠવાડિયામાં જમા કરાવવો પડે. આવી કપાતનું વિગતવાર સર્ટિફીકેટ (નમુના ૧૬માં) નાણાંકિય વર્ષના અંતથી ૧ માસ દરમ્યાન આપવું જરૂરી છે. આ સંબંધી નિયત પત્રકો રજુ કરવા (ફાઇલ કરવા) જરૂરી છે. કસુર બદલ દંડ થઇ શકે. કપાત કરવામાં કસુર થવાથી કલમ ૨૦૧ (એ) હેઠળ વ્યાજ ભરવું પડી શકે તેમજ પેનલ્ટી પણ થઇ શકે. વ્યાજમાંથી ટેક્ષ ક્માતઃ ક્લમ ૧૯૪-એ હેઠળ રહીશ વ્યક્તિને રૂા. ૫,૦૦૦/- થી વધુ રકમનું વ્યાજ ચુકવવાપાત્ર/ચુકવેલ હોય તો તેમાંથી ૧૦ લેખે ટેક્ષ કાપવાની જવાબદારી તથા કંપનીને ચુકવેલ વ્યાજમાંથી ૧૦ ટકાને બદલે ૨૦ ટકા લેખે ટેક્ષ કપાત કરવાની જવાબદારી છે. કાપેલ વેરો, જે મહીનામાં કપાત કરી હોય તેનાં અંતથી એક અઠવાડીયામાં અને જો હિસાબી વર્ષની આખરે ખાતેદારનાં ખાતામાં વ્યાજની રકમ જમા કરી હોય તો હિસાબી વર્ષનાં અંતથી બે માસ સુધીમાં સરકારમાં જમા કરાવવો પડે. તેમજ વ્યાજ અંગેના વાર્ષિક પત્રક (નમુના ૨૬ એ)માં ૩૦મી જુન સુધીમાં રજુ કરવા પડે. નમુનો ૧૫-એચ મળવાથી ટેક્ષ કપાત કરવાની જવાબદારી રહેતી નથી પરંતુ આવું ફોર્મ ૧૫એચ મળેલ માસનાં અંતથી ૭ દિવસમાં આયકર વિભાગમાં ફાઇલ કરવું જરૂરી છે. વ્યાજમાંથી કાપેલ ટેક્ષ અંગેનું સર્ટીફીકેટ સમયસર આપવું જરૂરી છે. કસુર બદલ દંડ થઇ શકે છે. કપાત કરવામાં કસુર બદલ પણ ઉપર જણાવ્યા પ્રમાણે વ્યાજ તેમજ દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરને રેલી ચુક્વણીમાંથી ટેક્ષ ક્ષાતઃ આવકવેરા કાયદાની કલમ ૧૯૪-સી હેઠળ કોઇ કરાર હેઠળ (મૌખિક કે લેખિત કરાર) જે કરારનું મૂલ્ય રૂા. ૨૦,૦૦૦/- થી વધતું હોય તો, જો આવા કરાર હેઠળ કોઇ કામકાજ અથવા કામકાજ માટે મજુર પુરા પાડવાના કામ-સેવા અંગે કરાર થયેલ હોય (ટ્રાન્સપોર્ટ સહિતના કરાર) તો ટ્રસ્ટ/સંસ્થાએ કોન્ટ્રાક્ટર ખાતે રકમ જમા કરતી વખતે,કોઇપણ રકમની

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106