________________
૫૪
ચુકવણી કરતી વખતે તેમાંથી ૨% લેખે ટેક્ષ કાપી લેવાની જવાબદારી છે. આવી કપાત અંગેના વાર્ષિક પત્રક નમુના ૨૬-સીમાં ૩૦મી જુન સુધી ફાઇલ કરવા જરૂરી છે. ટેક્ષ કપાતનાં કસુર બદલ ટેક્ષ કપાતનું પ્રમાણપત્ર નિયત સમયમાં આપવામાં કસુર થવાથી તેમજ પત્રકો સમયસર રજુ કરવાનાં કસુર બદલ વ્યાજદંડ થઇ શકે. મકાન-જમીન ભાડાની ચુક્વણીમાંથી ટેક્ષ ક્માતઃ
ક્લમ ૧૯૪-આઇ મુજબ ટ્રસ્ટ/સંસ્થા જ્યારે જમીન કે મકાન (ફેક્ટરી, મકાન તેમજ ફર્નિચર ફીટીંગ જમીન સહીત)નું ભાડું ચુકવે અને વાર્ષિક રૂા. ૧,૨૦,૦૦૦/-થી વધારે ભાડું હોય તો તેમાંથી ટેક્ષ કાપવાને જવાબદાર છે. ભાડું મેળવનાર વ્યક્તિ/એચ.યુ.એફ. હોય ત્યારે ક્ષ ૧૫ ટકાના દરે અને અન્ય શખ્સને ચુકવાય તો ૨૦ ટકાનાં દરે (તેમજ સરચાર્જ) ટેક્ષ કાપવાનો રહે છે. આ અંગે વાર્ષિક પત્રક નમુના ૨૬-જેમાં ૩૦ જુન સુધી રજુ કરવાની જવાબદારી છે. આ કલમ હેઠળ પણ અગાઉ જણાવ્યા મુજબના કસુર બદલ વ્યાજ/દંડ થઇ શકે છે. વ્યવસાયી-વ્યક્તીની ફી ની ચુક્વણીમાંથી ટેક્ષ ક્માત
ટ્રસ્ટ/સંસ્થા દ્વારા કલમ ૧૯૪-જે હેઠળ વાર્ષિક રૂા. ૨૦,૦૦૦/- થી વધારે રકમની કુલ ફી ની ચુકવણી કરતાં હોય તેવા શખ્સોને કોઇપણ રકમની આવી ફી પેટે ચુકવેલ/ચુકવવાપાત્ર રકમમાંથી ૫ ટકાનાં દરે ટેક્ષની કપાત (તેમજ સરચાર્જ) કરવી જરૂરી છે. “વ્યાવસાયીક સેવા” ની ફીના અર્થમાં દફ્તરી, ઇજનેરી, આર્કિટેક્ચર તેમજ એકાઉન્ટન્સી તકનીકી, ઇન્ટરીયર ડેકોરેશન તથા જાહેરાત અંગેના વ્યવસાયિકો દ્વારા પુરી પાડવામાં આવતી સેવા (તેમજ અન્ય નિર્દિષ્ટ કરાય તેવી સેવા) અને “તકનીકી સેવા” ના અર્થમાં મેનેજરીયલ તકનીકી કે કન્સલ્ટન્સી સેવાનો સમાવેશ
થાય છે. આ પ્રકારનાં કર કપાતની વિગતનું વાર્ષિક પત્રક નમુના ૨૬-કે માં ૩૦ જુન સુધી રજુ કરવું પડે.