________________
માવી શકશે.
(૭) કલમ ૧૮ની પેટા-કલમ (૭)માં ઉલ્લેખેલી યાદી આ સાથે જોડેલી. અનુસૂચિ ૨-કના નમૂના પ્રમાણે હોવી જોઇએ. આવી યાદી પેટા-નિયમ (૪) હેઠળ ઠરાવેલી રીતે તપાસવી જોઇશે.
| નોંધણીનું પ્રમાણ પત્ર - સાર્વજનિક ટ્રસ્ટને સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાં નોંધવામાં આવે ત્યારે, નોંધણી થયા બદલ ટ્રસ્ટીને નમૂના પ્રમાણેનું પ્રમાણપત્ર આપવું જોઇશે. આવા પ્રમાણપત્ર ઉપર સાર્વજનિક ટ્રસ્ટો નોંધણી અધિકારીનો ચાર્જ ધરાવનાર નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરની સહી હોવી જોઇશે અને તેની ઉપર...........ઓર્ડ્સિનો સિક્કો મારેલો હોવો જોઇશે. સમન્સ બજાવવાની રીતઃ
(૧) અધિનિયમ હેઠળની તપાસ અથવા અન્ય કાર્યવાહી વખતે પક્ષકાર, સાક્ષી અથવા એસેસર તરીકે કોઇ વ્યક્તિની હાજરી માટે ટપાલા દ્વારા સમન્સ બજાવી શકાશે. જે વ્યક્તિને સમન્સથી બોલાવવાની હોય તે વ્યક્તિ, ચેરિટી કમિશ્નર અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરના અભિપ્રાય મુજબ, આ દરજજો આપવા લાયક દરજ્જો હોય તો તેને તે કારણસર સમન્સને બદલે પત્ર લખી શકાશે. સમન્સ અથવા પત્ર રજિસ્ટર્ડ ટપાલથી મોકલ્યો હોય અને તે સ્વીકાર્યાની અથવા નહિ સ્વીકાર્યાની પહોંચ મળી ગઇ હોય, તો તે સમન્સ અથવા પત્ર સમન્સથી બોલાવેલી વ્યક્તિ ઉપર યોગ્ય રીતે બનાવ્યો છે એમ ગણાશે.
(૨) અધિનિયમ હેઠળની તપાસ અથવા અન્ય કાર્યવાહીનો કોઇ પક્ષકાર, યથા-પ્રસંગ ચેરિટી કમિશ્નર અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પાસે, તેના અભિપ્રાય મુજબ કોઇ સાક્ષીને આપવાપાત્ર મુસા ખર્ચ અને અન્ય ભથ્થાં આપવા માટે, પૂરતી હોય તેટલી રકમ, અગાઉથી અનામત મૂકે નહિ, તો તે પક્ષકારના કહેવાથી કોઇ સાક્ષીની