________________
૫૬
બનશે.
સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી માટેની અરજી :
(૧) સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી માટેની અરજીમાં, કલમ ૧૮ની પેટા-કલમ (૫)ના ખંડો (૧) થી (૭)માં નિર્દિષ્ટ કરેલી વિગતો ઉપરાંત, નીચેની વિગતોનો સમાવેશ કરવો જોઇએ.
વિગતો;
ક. ટ્રસ્ટ થવાના દસ્તાવેજોની વિગતો;
ખ. ટ્રસ્ટ થવાને અથવા તેના ઉદભવને લગતી, દસ્તાવેજો સિવાયની
ગ. ટ્રસ્ટના ઉદેશો;
ઘ. ટ્રસ્ટની આવકના સાધનો;
ચ. ટ્રસ્ટની મિલકત ઉપર જો કોઇ બોજા હોય તો, તેની વિગતો; છ. ટ્રસ્ટને લગતી કોઇ યોજના હોય તો, તેની વિગતો;
જ. ટ્રસ્ટની મિલકતને લગતા હકપત્રની અને તેના કબજેદાર ટ્રસ્ટીઓનાં નામોની વિગતો. તેમ છતાં કોઇ અથવા તમામ સાર્વજનિક ટ્રસ્ટોની બાબતમાં, પોતે નિર્દિષ્ટ કરે તેટલી કિંમતની અથવા તે પ્રકારની ટ્રસ્ટની મિલકતની વિગતો આપવી જરૂરી નથી એમ ચેરિટી કમિશ્નર ફરમાવી શકશે. (૨) અરજી આ સાથે જોડેલી અનુસૂચિ ૨ના નમૂના પ્રમાણે હોવી
જોઇશે.
(૩) અરજીની સાથે, ટ્રસ્ટના ખતની નકલ ઉપરાંત, સાર્વજનિક ટ્રસ્ટના સંબંધમાં અમલમાં હોય તેવી જો કોઇ યોજના હોય તો, તેની નકલ પણ મોકલવી જોઇએ.
(૪) અરજી ઉપર સહી કરનાર દરેક વ્યક્તિએ, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર, જસ્ટિસ ઓફ ધી પીસ, મેજિસ્ટ્રેટ અથવા દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૮૦ની કલમ ૧૩૯ હેઠળ સોગંદ લેવડાવવાને અધિકૃત હોય તેવા કોર્ટના કોઇ અધિકારી સમક્ષ ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા