Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૫૦ ઇન્ટરેસ્ટ) હોય. પરંતુ આ સંજોગોમાં જો ટ્રસ્ટ કે સંસ્થાના કુલ રોકાયેલ નાણાં જે એકમમાં રોકાયા હોય તે એકમની કુલ મૂડીના પાંચ ટકાથી વધુ ન હોય તો ફ્ક્ત આ કલમને લીધે ટ્રસ્ટ કે સંસ્થાની એવા રોકાણમાંથી થતી આવક સિવાયની અન્ય આવકો બાબત કરમુક્તિ આપવામાં કોઇ બાધ આવશે નહીં. “હિત ધરાવનાર વ્યક્તિ” (ઇન્ટરેસ્ટેડ પર્સન) ના અર્થમાં : (૧) મુખ્ય કેસમાં “મુખ્યદાતા” (ઓથર) તેમજ સંસ્થાના રવાપક (ાઉન્ડર). (૨) જે વ્યક્તિએ ટ્રસ્ટ કે સંસ્થાને મહત્ત્વનો ફાળો ( સબસ્ટેન્સીયલ કન્ટ્રીબ્યુશન) આપ્યું હોય એટલે કે જેનો પાછલા વર્ષના અંત સુધીમાં કુલ ફાળો રૂા. ૫૦,૦૦૦ થી વધુ હોય. (૩) જ્યારે ઉપર (૧) તથા (૨)માં જણાવેલ મુખ્યદાતા, સ્થાપક કે મહત્ત્વનો ફાળો આપનાર, હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તેવા કિસ્સામાં તે હિન્દુ અવિભક્ત કુટુંબનો કોઇપણ સભ્ય અથવા તેવા સભ્યનો કોઇપણ સગો. (૪) ટ્રસ્ટનો કોઇપણ ટ્રસ્ટી કે કોઇપણ નામે ઓળખાતો સંસ્થાનો મેનેજર. (૫) ઉપર જણાવેલ મુખ્યદાતા, સ્થાપક, જ્ઞળો આપનાર વ્યક્તિ, સભ્ય, ટ્રસ્ટી કે મેનેજરનો કોઇપણ સગો. (૬) એહું કોઇપણ એકમ જેમાં ઉપર (૧) થી (૫) માં જણાવેલ વ્યક્તિ “નોંધપાત્ર હિત” ધરાવતા હોય. “સગા”ની વ્યાખ્યા : વ્યક્તિનો “સગો” એટલે - (૧) વ્યક્તિનું “સ્પાઉસ” અર્થાત્ લગ્ન સાથી પતિના કેસમાં પત્ની. (૨) વ્યક્તિના ભાઇ કે બહેન,

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106