________________
૪૩
આવેલ મશીનરી તેમજ પ્લાન્ટનો સમાવેશ થશે નહીં. સિવાય કે તેવાં મશીનરી તથા પ્લાન્ટ, મકાનના ઉપર્યુક્ત ધારણા અર્થે જરૂરી હોય.
(૧૧) ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક એક્ટ, ૧૯૬૪ હેઠળ સ્થપાયેલ ઔધોગિક વિકાસ બેંકમાં ડિપોઝીટ.
(૧૨) ભારતમાં રજીસ્ટર્ડ થયેલી જાહેર ક્ષેત્રની કંપની જેનો મુખ્ય ઉદ્દેશ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ટર માટે લાંબાગાળાના નાણાં પુરો પાડવાનો હોય તેવી કંપનીમાં મુકેલી ડીપોઝીટ કે તેના ઇસ્યુ થયેલ બોન્ડમાં રોકાણ. (૧૩) અન્ય કોઇપણ સ્વરૂપનું માન્ય રોકાણ કે ડિપોઝીટ જે નિર્દિષ્ટ કરવામાં આવે, તેમાં રોકાણ. ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાના રજિસ્ટ્રેશન તથા ઓડિટ અંગેની શરત ઃ
આવકવેરાના કાયદાની કલમ ૧૨-એની જોગવાઇઓ અનુસાર જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની આવક બાબત કલમ-૧૧ અને ૧૨ની કરમુક્તિની જોગવાઇ ત્યારે જ લાગુ પડશે જ્યારે -
(૧) ટ્રસ્ટ કે સંસ્થાએ તેમની સ્થાપનાની તારીખથી ૧ વર્ષની અંદર મુખ્ય આવકવેરા કમિશનર/કમિશનરને નિયત નમૂનામાં (ફોર્મ નં. ૧૦એ) રજિસ્ટ્રેશનની અરજી કરેલ હોય તેમજ ક્લમ ૧૨-એએ હેઠળ પ્રમાણિત હોય.
વધુમાં જો ઉપર મુજબની રજિસ્ટ્રેશન બાબતની અરજી નિયત સમય વિત્યા બાદ (વિલંબિત) કરવામાં આવે અને મુખ્ય કમિશ્નર કે કમિશ્નરને સંતોષ થાય (તે બાબતના લેખિત કારણો નોંધવા પડશે) કે આવા ટ્રસ્ટ કે સંસ્થાને સમયસર અરજી ન કરવા બાબત ઉપર્યુક્ત અને પૂરતાં કારણો છે. તો તેવા ટ્રસ્ટ કે સંસ્થાને કલ ૧૧ અને ૧૨ હેઠળની કરમુક્તિનો લાભ ટ્રસ્ટ કે સંસ્થાના અસ્તિત્વકે સ્થાપના તારીખથી આપવામાં આવશે. તે સિવાય (જ્યારે મુખ્ય કમિશ્નર કે કમિશ્નરને વિલંબના કારણ બાબત સંતોષ ન થાય ત્યારે) ટ્રસ્ટ કે સંસ્થાને ઉપર મુજબ કરમુક્તિનો