________________
४४
લાભ જે નાણાકીય વર્ષ દરમિયાન રજીસ્ટ્રેશનની અરજી કરવામાં આવી હોય તો તે વર્ષની શરૂઆતની તારીખેથી જ આપવામાં આવશે. બીજા શબ્દોમાં અગાઉના સમયના સંદર્ભમાં કરમુક્તિનો લાભ મળશે નહીં.
(૨) કોઇ હિસાબી વર્ષ દરમિયાન ટ્રસ્ટ કે સંસ્થાની કુલ આવક (કલમ ૧૧ અને ૧૨ હેઠળ કરમુક્તિની જોગવાઇ ધ્યાનમાં લીધા સિવાય) એટલે કે રૂ. ૫૦,૦૦૦/- થી વધતી હોય તો તેવા વર્ષ માટે ટ્રસ્ટ કે સંસ્થાએ હિસાબો ઓડિટ કરાવી નિયત નમૂનામાં ઓડિટ અહેવાલ (ફોર્મ નં. ૧૦બી) આવકવેરાના પત્રક સાથે સામેલ કરેલ હોય. આમ જો ટ્રસ્ટ કે સંસ્થા આવકવેરાના કાયદા હેઠળ નોંધાયેલ ન હોય તો તેવા ટ્રસ્ટ કે સંસ્થાને કલમ ૧૧ની કરમુક્તિનો લાભ મળે નહીં અને ટેક્ષની જવાબદારી લાગુ પડે. ક્લમ ૧૨(એએ) હેઠળ રજીસ્ટ્રેશનઃ
આવકવેરા કાયદાની આ કલમ અનુસાર મુખ્ય આવકવેરા કમીશ્નર કે આવકવેરા કમીશ્નર જાહેર ધર્માદા સંસ્થા કે ટ્રસ્ટની કલમ ૧૨-એ હેઠળ અરજી મળ્યથી તેવા ટ્રસ્ટ કે સંસ્થાની પ્રવૃત્તિઓની યથાર્થતાની પોતાને સંતોષ થાય તે હેતુસર ખાતરી કરવા તેવા ટ્રસ્ટ કે સંસ્થા પાસેથી જરૂરી દસ્તાવેજો કે માહિતી મંગાવી, તેમને યોગ્ય લાગે તેવી વધુ પુછતાછ કરી શકશે અને તેવી યથાર્થતાની તેમજ ટ્રસ્ટ કે સંસ્થાના હેતુઓની ખાતરી સંતોષકારક થવાથી નોંધણી કરવા લેખીત હુકમ કરી શકશે અને જો આ બાબતે તેમને સંતોષ ન થાય તો નોંધણી કરવાનો ઇન્કાર કરતો લેખિત હુકમ કરી શકશે. જે હુકમની નકલ અરજદાર સંસ્થા કે ટ્રસ્ટને પાઠવવામાં આવશે. જો કે નોંધણી ન કરવાનો હુકમ કર્યા પહેલાં અરજદારને સાંભળવાની વ્યાજબી તક આપવાની રહેશે.
વધુમાં ઉપર મુજબ નોંધણી મંજુર કરતો કે નામંજૂર કરતો હુકમ જે મહિનામાં કલમ ૧૨(એ) હેઠળ અરજી મળી હોય, તે મહિનાના અંતથી છ માસ પુરા થતાં સુધીમાં કરવાનો રહેશે.