________________
3૮
.
ઉપર મુજબના વિકલ્પનું પાલન ત્યાર પછીના વર્ષમાં કરવામાં કસુર થાય તો તેવી આવક જે તે વર્ષની સમય મર્યાદા પૂરી થતાં પછીના વર્ષની આવક તરીકે ગણી લેવામાં આવશે.
ટ્રસ્ટ/સંસ્થાઓએ જે તે આકારણી વર્ષની તા. ૩૧મી ઓક્ટોબર સુધીમાં તેમનું આવકવેરાનું રીટર્ન રજુ કરવાનું હોય છે. ભવિષ્યના હેતુ માટે આવક એકત્રિત(Accumulation) ક્રવા અંગેની જોગવાઇઓ :
આવકવેરાના કાયદાની કલમ ૧૧(૨)ની જોગવાઇઓ જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા પાછલા વર્ષની આવક લાગતા વળગતા વર્ષમાં વપરાશમાં લેવાને બદલે ભવિષ્યમાં જો કોઇ હેતુસર વાપરવા અર્થે એકત્રિત કરવી હોય તો તેવી આવક સંબંધી કરમુક્તિનો લાભ ગુમાવ્યા સિવાય તેવું એકત્રિકરણ કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે નીચેની શરતોનું પાલન કરવું જરૂરી છે.
(૧) આવી આવકનું એકત્રિકરણ કરવા માટેની યોજના સંબંધી વિગતો (દા.ત. ભવિષ્યમાં કોઇ ધર્મશાળા બંધાવવી હોય કે કોઇ શાળા વગેરે સંસ્થાની સ્થાપના કરવી હોય)ની જાણ કરતી નોટીસ સંબંધિત આકારણી અધિકારીને નિયત નમુનામાં (ફોર્મ નં. ૧૦)માં મોકલવી પડશે.
(૨) આવા ભવિષ્યના હેતુસર આવકનું એકત્રિકરણ અંગેની યોજના વધુમાં વધુ ૫ વર્ષ સુધીની હોવી જોઇએ.
(૩) આ રીતે એકત્રિત કરેલ આવકનું રોકાણ ૧૧(૫) હેઠળ. જણાવેલ નિર્દિષ્ટ માન્ય રોકાણોમાં કરવું પડશે.
(૪) જો ઉપર મુજબ એકત્રિત કરેલ આવકનો ઉપયોગ નોટીસમાં જણાવેલ હેતુસર નિયત સમયમાં કરવામાં ન આવે અથવા નિયત જોગવાઇઓ અનુસાર તેનું રોકાણ કરવામાં ન આવે તો કરમુક્તિનો લાભ પાછો ખેંચીને તેવી રકમ જે વર્ષ દરમિયાન લાગુ પડતી શરતનો ભંગ થયો હોય તે વર્ષની