Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 55
________________ ૩૪ ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા અને ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા વચ્ચેનો તફાવત સમજવો કેમ જરૂરી છે ? : ઉપર જોયા પ્રમાણે ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા (Charitable TrustInstitution) એટલે ધર્માદા હેતુઓ માટે ઉભુ કરેલ કે સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા અને ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થા (Religious Trust/Institution) એટલે ધાર્મિક હેતુઓ માટે ઉભુ કરેલ કે સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા હવે સ્વભાવિક પ્રશ્ન એમ થાય કે બન્ને પ્રકારના ટ્રસ્ટ કે સંસ્થા વિશેનો તાવત જાણવાની શી જરૂર ? જરૂર એટલા માટે છે કે ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા તેમજ ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને લગતી આવકવેરા કાયદામાં વિવધ જોગવાઇઓ જેમ કે તેમની આવકની કરમુક્તિ માટે કઇ શરતોનું પાલન કરવું જરૂરી છે, આવી આવક કેટલા પ્રમાણમાં વાપરી નાંખવી પડે અને ટ્રસ્ટ/સંસ્થાના ફ્કોને કયા પ્રકારના રોકાણોમાં રોકવા પડે, આવકવેરા કાયદા હેઠળ સંસ્થા/ટ્રસ્ટના રજીસ્ટ્રેશન અંગે શી કાર્યવાહી કરવાની રહે છે તેમજ હિસાબોના ઓડિટ અને રીટર્ન ભરવાની જોગવાઇઓ મહદઅંશે એક સરખી હોવા છતાં આવકવેરા કાયદાની અમુક જોગવાઇઓ અને દાનોને મળતી કર રાહતની બાબતમાં બન્ને પ્રકારના ટ્રસ્ટો/સંસ્થાઓ અલગ અથવા ભિન્ન જોગવાઇઓને આધીન છે. સૌથી મહત્વનો તફાવત ગણીએ તો ધર્માદા હેતુસરના ધર્માદા ટ્રસ્ટ (Charitable Trust-or Institution) ને આપેલ દાનની રકમ સંબંધી નિયત શરતો અનુસાર દાતાઓને આવકવેરા કાયદાની કલમ ૮૦ જી હેઠળ કપાત કે રાહત મળે છે. જ્યારે આવું દાન ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થાને અપાયેલ હોય તો દાતાઓને કોઇ રાહત કે કપાત તેમની પોતાની આવક ગણતાં બાદ મળતી નથી કારણ કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને કલમ ૮૦-જીની માન્યતા મળતી નથી. કલમ ૮૦જી ની માન્યતા સામાન્યતઃ ધર્માદા ટ્રસ્ટને જ મળે છે. ઉપરોક્ત મહત્વના તાવતને બાદ કરતાં ટ્રસ્ટ કે સંસ્થા ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા હોય કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા તેમની આવકની કરમુક્તિ સંબંધી વિવિધ જોગવાઇઓ મહદઅંશે એક સમાન લાગૂ પડે છે. જેની જાણકારી

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106