________________
૩૨
ભાગ્યશાળીઓના કારણે જ જૈન સંસ્થાઓનું નામ ખૂબ જ ઉજ્જવળ છે તે વાત સૌ કોઇ સ્વીકારે છે. પરમપૂજ્ય આચાર્ય ભગવંતો તેમજ પ.પૂ. સાધુ ભગવંતો તથા ગુરુ મહારાજાઓના માર્ગદર્શન અને પ્રેરણાથી જૈન શાસન આજે આર્થિક દ્રષ્ટિએ અને વહીવટની દ્રષ્ટિએ ખૂબ જ સશક્ત અને સમૃદ્ધ
છે.
ધાર્મિક સિધ્ધાંતોનું પાલન જૈન સંસ્થાઓ માટે જેટલું આવશ્યક અને અનિવાર્ય છે તેટલું જ અગત્યનું આવી સંસ્થાઓ દ્વારા વિવિધ કાયદાઓની જોગવાઇઓનું યોગ્ય રીતે પાલન થાય તે છે. કેટલીક વખત જાણે અજાણે તેમજ યોગ્ય માર્ગદર્શનના અભાવે અમુક આંટીઘૂંટી ભર્યા કાયદાઓની જટિલ જોગવાઇઓની અજ્ઞાનતા ને લીધે સંસ્થાઓ જો કોઇ જોગવાઇનું પાલન ન કરે કે તેનું ઉલ્લંઘન કરે તો સંસ્થાને તે બદલ દંડનીય કાર્યવાહી તેમજ આર્થિક નુક્સાન સહન કરવા પડે છે. આવા કાયદાઓ પૈકી આવકવેરાનો કાયદો (Income tax Act) અગત્યનો છે. ઘણીવાર એવી માન્યતા ભાગ્યશાળી ટ્રસ્ટીઓ કે સંસ્થાના વ્યવસ્થાપકોના મનમાં પ્રવર્તતી હોય છે કે આપણી સંસ્થા તો ધાર્મિક/ધર્માદા સંસ્થા છે તેમાં ક્યાં કોઇ નાનો કે અંગત આવકનો હેતુ છે અને તેવી સાર્વજનીક કામો માટેની આવી સંસ્થા કે સંઘને વળી ઇન્કમટેક્ષના કાયદા સાથે શું લેવા દેવા ! કેટલીક વાર ટ્રસ્ટ / સંસ્થાની રાજ્ય સરકારના ચેરીટી કમીશ્નર સમક્ષ નોંધણી થઇ ગઇ એટલે પત્યું એવું માનવામાં આવે છે. આમ આવકવેરા કાયદાની વિવિધ જોગવાઇની અજ્ઞાનતાને લીધે આવી જોગવાઇઓનો ભંગ ન થાય ને સંસ્થા/સંઘ ઉપર કોઇ બિનજરૂરી આર્થિક બોજો આવી ન પડે તેમજ સંસ્થા /સંઘના હેતુસર જ તેની આવકનો ઉપયોગ થાય તે માટે આવકવેરા કાયદાની જોગવાઇઓ જે ધાર્મિક/ધર્માદા ટ્રસ્ટને કે સંસ્થાને લાગુ પડે છે તેની સામાન્ય જાણકારી આવી સંસ્થાના ભાગ્યશાળી ટ્રસ્ટીઓ/ વ્યવસ્થાપકો/સંચાલકો એ રાખવી જ જોઇએ.
પ્રસ્તુત પ્રકરણમાં આવી સંસ્થા/સંઘ/ટ્રસ્ટને આવકવેરા કાયદાની