Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૩૧ આવક તરીકે બતાવવો અને માલ વપરાય તો તેને જાવક તરીકે બતાવવો જોઇએ અને સ્ટોક રજીસ્ટર ટ્રસ્ટીએ વારંવાર ચેક કરવું જોઇએ. ભેટમાં આવતા દાગીના-વસ્તુઓ વિગેરેની પહોંચ ફાડી તેનું રજીસ્ટર હોય તેમાં ઉમેરો કરવો જોઇએ. વર્ષના અંતે તમામ દાગીના-ડેડસ્ટોક-ફર્નિચર વિગેરેની ભૌતીક ચકાસણી કરવી જોઇએ. જો એક ખાતાના પૈસા અન્ય હેતુ માટે વપરાઇ ગયા હોય તો તે ખાતાના પૈસા વ્યાજ સાથે પરત કરવા જોઇએ. શક્ય બને તો મુખ્ય ખાતાઓના બેંક ખાતાજ અલગ રાખવા જોઇએ. જેમકે એકજ ટ્રસ્ટના બેંકમાં ત્રણ ખાતા રાખવા એક દેવદ્રવ્યના હિસાબ માટે (૨) સાધારણ હિસાબ માટે (૩) ભોજનશાળા અથવા અન્ય હેતુ માટે. જે તે ખાતામાં તેને લગતી આવક તે ખાતામાં ભરાવવી અને તે ખાતાને લગતા ખર્ચાના ચેકો તે ખાતામાંથી ફાડવા આમ વહીવટ શુધ્ધ રહેશે. જાહેર ધર્માદા | ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા અને આવકવેરા કાયદાની જોગવાઈઓ પ્રાસ્તાવિક લોકહિતના કામો અને તેમાંય ખાસ કરીને જીવમાત્રની તરફ અનુકંપા તેમજ દયાની વાત આવે ત્યારે જેનો અને જૈન સંસ્થાઓનું નામ પ્રથમ યાદ આવે. “અહિંસા પરમોધર્મ” જેનોના જીવનમાં વણાઇ ગયેલો સિધ્ધાંત છે અને જેનો અત્યંત સુક્ષ્મ રીતે આવી અહિંસાનું પાલન કરવા જબદ્ધ હોય છે. જૈન સમુદાય માટે બીજી ગૌરવની વાત તેમના દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓના શુધ્ધ અને પારદર્શક વહીવટને ગણાવી. શકાય. દાતાઓ તરફ્ટી દાનમાં મળેલ પાઇએ પાઇનો સુવ્યવસ્થિત ઉપયોગ અને સુવિધા સાથે ઉત્કૃષ્ટ વહીવટ ધાર્મિક સિધ્ધાંતો અનુસાર કરવા સારૂ પોતાના અંગત જીવનનો બહુમૂલ્ય ફાળો અને સમય આપનાર

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106