Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ ૧ ૨. - અન્ય ઉપયોગી માહિતી ટ્રસ્ટીઓ દેવ-ગુરૂ-ધર્મ માં પ્રશસ્ત રાગવાળા હોય તો ટ્રસ્ટના વહીવટમાં-સંચાલનમાં ઘણાં પ્રશ્નો હલ થઇ જાય. ટ્રસ્ટી બનતા પહેલા એ ખ્યાલમાં રાખવું જોઇએ કે જો શુભ ભાવથી ટ્રસ્ટના સારા કામ થાય તો તીર્થંકરનામ કર્મ બંધાય અને જો ટ્રસ્ટના કામ ખરાબ આશયથી થાય તો. તિર્યચપણું પણ મળે. | નવા આવકવેરાના કાયદાના સુધારા પ્રમાણે હવેથી એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટોને માત્ર ચાલુ આવકમાંથીજ દાન આપી શકશે તે સિવાયની એટલે કે ભેગી થયેલી રકમમાંથી બીજા ટ્રસ્ટને દાન આપશે તો તે ખર્ચ તરીકે મજરે મળશે નહિ. જો કે ટ્રસ્ટ બંધ કરવાનું હોય તો ભેગી થયેલી રકમ બીજા ટ્રસ્ટને આપી શકે. જે ટ્રસ્ટની હવે કુલ ગ્રોસ આવક ૫૦,૦૦૦ થી વધારે હોય તો હવે ૧૫ એચ. ફોર્મ આપી શકશે નહિ. જો વ્યાજ કપાત ન કરાવવી હોય તો ઇન્કમટેક્ષ ઓક્સિર પાસે ૨૮એએ/૨૮એબી ફોર્મમાં સર્ટીફીકેટ લેવાનું રહેશે. ટ્રસ્ટીઓએ વ્યાજ કપાતની બાબતમાં ખૂબ દરકાર લેવાની જરૂર છે. ટ્રસ્ટીઓએ ૨૮એએ/૨૮એબી સર્ટીફીકેટ લીધુ ન હોય તો ઇ-ટેક્ષ કપાતના સર્ટીફીકેટ જે ૧૬/એ ફોર્મમાં આવે છે તે વ્યવસ્થીત રીતે ફાઇલમાં ગોઠવી ઇ.ટેક્ષ રીટર્ન ભરતી વખતે રીફ્ટની માંગણી માટે જોડવા જોઇએ. મેડીક્લ કે એજ્યુકેશન ટ્રસ્ટ માટે ઉપયોગી માહિતી આવા ટ્રસ્ટીને માટે કોઇ ખાસ અલગ જોગવાઇ નથી પરંતુ આવકવેરાની કાયદાની કલમ ૧૭ (૨૩(c) હેઠળ તેઓને ૮૫% રકમ ઉપજના જે તે વર્ષમાં વાપરવાની નિયમ મર્યાદા લાગુ પડતી નથી પણ આ માટે આ ખાસ હેતુસરનું અલગ ટ્રસ્ટ હોવું જરૂરી છે. જો ટ્રસ્ટડીડમાં અન્ય હેતુઓ આ સાથે હોય તો આ લાભ મળતો નથી.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106