________________ ઉધમ, સાહસ, ધેર્ય, બળ, બુદ્ધિ અને સૂરાતન એ છે વસ્તુઓ જેની પાસે હોય તેની પાસે છઠ્ઠીના લેખ લખનારી વિધાત્રા પણ દૂર ભાગી જાય છે. (અર્થાત આવી શકતી નથી.) ભ્રાતા લઘુ ત્યારે કહે, ઉદ્યમ કરો હજાર, લખ્યા લેખ ટળે નહીં, કલેશ ફક્ત મળનાર ત્યારે લઘુભાઈએ વડીલ ભ્રાતને કહ્યું કે હે બાંધવ! હજારે ઉદ્યમ કરે પણ લખ્યા લેખ ટળનારા નથી અગર મિથ્યા થતા નથી. અને કદાચ પિતાના બળના કે બુદ્ધિના ગર્વથી ફેરફાર કરવા જાય તો તે ફક્ત કલેશને જ પામે છે. અર્થાત (તેનું વાંછિત કાર્ય ફળીભુત થતું નથી.) દેવ ઉલધી જે કરે, ફળશે નહી કદી તે; સરવર પાણી નીકળે, ચાતક કંઠથી એહ. દુનિયામાં પણ દેખાય છે કે નસીબને ઉલ્લેથી જે કાર્ય * કરે છે તે કદી પણ ફળીભુત થતું નથી. જેવી રીતે ચાતક નામના પક્ષીના નસીબમાં સરોવરનું પાણી લખ્યું નથી છતાં તે જે પીયે છે તે તેના ગળાના છીદ્રમાંથી પીધેલું પાણી પણ નીકળી જાય છે. વળી આ બાબતમાં એક બનેલી વાત કહી બતાવું છું તે હે બંધુ તમે સાંભળે. રત્ન સ્થળ નામે નગર, રત્નસેન છે રાજ; રત્નદત્ત પુત્રજ વળી, કળા બહોતેરી સાજ, યોગ્ય વયમાં આવતાં, રૂપ તણે અનુસાર, કન્યા તેની શોધવા, પીતા કરે વીચાર, કુંવર રૂપને ચીતરી, જન્મપત્રિકા હાથ; ચાર દિશામાં મોક૯યા, સોળસેળ મંત્રી સાથ, પુર્વ દિશામાં જે ગયા, પાછા આવ્યા તેહ, કન્યા એગ્ય મળ્યા વિના, વિલખે મુખે એહ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust