________________ ( 10 ) હતો. આ પ્રમાણે સર્વના ચિત્તને પ્રસન્ન કરી તે શેઠ ચાર માસ સુધી ત્યાં રહ્યા તેથી તે બને શેઠીયાઓ વચ્ચે ગાઢ, મૈત્રી ભાવ થયો. વેપારના પદાર્થોની વેચ લે કરી રહ્યા બાદ જ્યારે બુદ્ધિદત્ત પોતાના દેશ જવા તૈયાર થઈ ત્રિવિક્રમ શેઠની આજ્ઞા લેવા ગયો ત્યારે તે સમયે ત્રિવિક્રમ શેઠે કહ્યું કે - ન જા કહું અમંગળ થાય, જા કહું સ્નેહ દીન વાણી થાય; રહે કહું તો સ્વસત્તા ગણાય, યથારૂચી સમભાવ જણાય. તેથી તો તમને હવે વીનવું, તુમ કારજ મારે શું કરવું, ગમે તેમ કરી દર્શન દેજે, મારી અરજ આ હૃદયે લેજો. શાર્દૂલ વિઠ્ઠીડીત છંદ. ચાલે છે તેમ ઘેર તે અહીં થકી, તેથી હવે હું કહું, દેખો છે બહુ સારી વસ્તુ, રત્નને, ઘોડાને ગાડી સહું ચાહે તે ચીજ માગવા મુજ થકી, શંકા નહીં રાખશે; પ્રિતી સ્થીર રહે તુજ મુજ તણી, હશે તમે માગશે બુદ્ધિદત્તને કહ્યું કે-હે મિત્ર! જે હું તમને ન જાઓ કહું તો અપશુકનનું વાય થાય છે. જા કહું તે સ્નેહનું દીન વચન થાય છે. સ્થીરતા કરે તે મારી સત્તા ચલાવ્યા જેવું થાય છે. ઈચ્છાનુસાર વર્તે તે સમભાવે નિસ્પૃહી યોગી જેવી ઉદાસીનતા થઈ જાય છે. તેથી હું તમને અરજ કરું છું કે તમે જે પ્રમાણે વર્તે તે પ્રમાણે હું વર્તે તથા આપ પ્રેમપૂર્વક પાછા દર્શન આપજે. જ્યારે હવે તમે જવાનું નક્કી હાથી, ઘેડા, વિગેરે અમૂલ્ય વસ્તુઓ છે તેમાંથી તમે નિઃસંશયપણે માગણી કરે કે આપણી પ્રિતી નિરંતર કાયમ રહે. ઇચ્છા હોય જે આપની, દે દાસી મુજ સાથ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust