________________ (34). વિચારને નહીં ફેરવતાં તેને મારવાનો વિચાર કરે છે. વળી ચંપકના જે મિત્ર લગ્નમાં આવેલા હતા તેમણે આ વધામણી વિશાળ નગરીમાં તેની વૃદ્ધ માતાને પહોંચાડી તેથી નગરીને વિષે સર્વેને આનંદ વ્યાપી રહ્યા. પ. દૂરે હેય સુગંધ, પણ હર્ષ ચીત્ત વ્યાપે, પાસે રહ્યા કુવાસ, કંટાળા જનને આપે; રે હોય સુપુત, જનની તેની જશ પામે, પાસે રહે કુપુત, માવડી કીતી વામે. ચંપક કે દૂર રહે, માતા હર્ષ ન માય છે; માણેક ધન્ય તે જગના, દેખી જન હરખાય છે. જેમ સોગંધાદિ પદાર્થ છેટે હેય તો પણ તેની સારી સુગંધ આવવાથી આનંદ આપે છે, તેમ દારૂ આદિ દુર્ગધ પદાર્થ નજીક હોય તે ઉત્તમ મનુષ્યોને કંટાળો આપે છે. તેવીજ રીતે સુપુત્ર દૂર હોય તે પણ તેનાં માતા પીતાદિ કીર્તિને પામનારાં થાય છે, અને કુપુત્ર પાસે હોય તોય માતાપીતાદિને હાની પહોંચાડનાર નીવડે છે. દાખલા તરીકે જેમ વિશાળી નગરીમાં ચંપકની માતા હતી અને તે દૂર હતો તો પણ તેની વૃદ્ધમાતાદિ સર્વ સ્નેહિઓને આનંદ આ પનારે થયા હિરો. ચંપક સાસરે રાખીયે, દીલમાં ચિંતે કાળ; ઉપરથી મીઠું વદે, શોધે તે ક્રાળ, હવે લગ્ન પછી જમાઈને તુર્ત કન્યા સાથે વિદાય કરવાનો રીવાજ હોવા છતાં તેને મારવાના ઇરાદાથી મીઠા શબ્દો બોલીને તેની મનોવાંચ્છના પૂર્ણ કરવાને માટે તેને ત્યાં રાખે. એક વખતે શિયાળામાં ત્રિલોત્તમા મધ્ય રાત્રે ત્રીજે માળથી નીચે ઉતરતી હતી. તેવામાં બીજા ખંડના એક ભાગમાં ધીમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust