Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 58
________________ (51) આવી વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો કે જરૂર મારાં રનો ગયાં. કેમકે અનીતીવાન રાજ્યમંડળ છે ત્યાં ઈન્સાફની વાત કયાંથી હોય?! એવામાં મુક્તકોસ્યા નામની વૃદ્ધ સ્ત્રી રોતી રોતી ત્યાં આવી. તેણુને રાજાએ કહ્યું કે અહીંયાં સર્વને ન્યાય થાય છે અને તું શા માટે રડે છે ? એથી તે સ્ત્રીએ કહ્યું કે હું એક ચોરની માતા છું, અને આપના નગરમાં રહું છું. હું કોઈ દિવસ કલેશ કરતી નથી અને કોઈને દુઃખ આપતી નથી. મારે એકનો એક પુત્ર હતો, તે ચેરી કરવા ગયો હતો, પણ ધનદત્ત શેઠના ઘરની ભીંત પડી જવાથી આજે મરણ પામ્યો છે તેથી હું નીરાધાર થઈ છું. અને મારું પાલનપેષણ કરનાર કોઈ નથી. તેથી રાજાને દયા આવવાથી તે બાઈને કહ્યું કે હું તારું ભરણપોષણ કરીશ માટે તું સુખેથી ઘેર જા. ત્યાર પછી દેવદત્ત શેઠને બોલાવીને પૂછયું કે તમારા ઘરની ભીંત શા માટે કાચી રાખી હતી કે આવેલ ચાર મરી ગયો? વણીકે વિવેકથી ઉત્તર આપ્યા કે તે કાર્ય કારીગરનું છે તેમાં મારી કાંઈ કસર નથી. તેથી રાજાએ તેને વિદાય કરીને કારીગરને બોલાવ્યા. ત્યારે કારીગરે કહ્યું કે દેવદત્તની પુત્રી વસ્ત્રાભૂષણ સજીને ઉન્માર્ગે જતી જોઈ, તેથી મારું મન અસ્થિર થતાં ભીંત ચણતાં પોલી રહી ગઈ. પછી રાજાએ તે કન્યાને બોલાવી પૂછયું ત્યારે તેણે ઉત્તર આપ્યો કે નગ્ન પરિવ્રાજકને બમર્યાદાપણે દેખવાથી લજ્જા પામી હું ઉન્માર્ગે ગઈ તેથી પરિવ્રાજકને બોલાવી રાજાએ પૂછયું ત્યારે તેણે કહ્યું કે તમારો જમાઈ ઘોડાને ખેલાવતે ખેલાવતે ભુલથી ઠોકર ખાઈ ગયો, તેથી હું ચકિત થઈ બેમર્યાદા બની ગયો, તેમાં મારે દોષ નથી પણ વિધાત્રાને જ દોષ છે. આથી રાજાએ મંત્રીને ફરમાવ્યું કે વિધાત્રાને જલદી પકડી લાવો? મંત્રીએ સમય જોઈ ઉત્તર આપ્યો કે તે તે હમણુંજ આપના ડરથી. નાશી ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63