________________ ( 4 ) હતાં તે વચનામતિ શેઠને ત્યાં થાપણ તરીકે મુક્યાં. મહાસેન ત્યાંથી નીકળ્યા પછી તે પાંચ રત્નો જોતાંજ શેઠનું મન લલચાયું, તેથી શેઠે પિતાને ધર્મ ચુકીને એક રત્ન ગીરવી મુકયું અને એક સુશોભિત મહેલ બંધાવ્યો, તથા બાકીનાં ચાર રત્નોને છૂપાવી ગુપ્ત સ્થાનકે રાખ્યાં. કેટલોક સમય વીત્યા બાદ મહાસેને આવીને પોતાનાં આપેલાં પાંચ રત્નની શેઠ પાસે માગણી કરી, ત્યારે વચનામતિ શેઠ કહે છે અરે ! તું કોણ છે? અને તું કયાંથી આવ્યો છે? હું રત્ન વિષે કંઈ જાણતો નથી. તેમ કેઈની થાપણ ઓળવવા માગતો નથી. માટે તું જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો ચાલ્યો જા. આથી મહાસેને વિચારમાં પડયો કે મને ક ગ્રહ નડે, કે જેથી મારાં પાંચે રત્નો ગુમાવ્યાં. વણકને માટે કહ્યું છે કે - : વણીકનું લક્ષણ આવ્યું હોય જે ગુપ્ત, કહે છે નથી મેં લીધું; જાહેર દીધું તોય, ઓળખનું બાનું લીધું; લેવે યાં દે આપ, આપતાં ઓછું તેલ; બેલે મીઠા બેલ, વાણી ભરી છે ગેલે; એમ પાસે જન બેસાડીને, ઠગશે વણીક વીવેકીને; માણેક ચતુરાઈ ચીંતવી, કરે વ્યવહાર સુપેખીને છે. દાહરે. . . . આ રાજ દરબારમાં, નિર્વિચારી રાજ; અનામર ભંડારી છે, શું તે દેવે સહાજ, - સગલ સલાહકાર, અજ્ઞાનરાશી પ્રધાન; . * જતુનાશક વિદ છે, શું છે સુખનું સ્થાન * કુટુંબ કલાહલ તણે, રસ છે સેને ચિત્ત; - પથ્થર ફેંકયું પુરોહિતે, કેવું થાયે ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust