________________ (55) વધ બંધન નિભત્સના, પરધન લીધું હોય; ફળ તેનું તો દશ ગણું, સમયે સમયે જોય, મદ છે આઠ જ જાતિના, કરતાં ફરશે તેહ; ઉલટ તેથી પામવું, જે તેને દેહ, આ પ્રમાણે કેવળીગુરૂ મુખથી પોતાનું પુર્વ ચરિત્ર યથાર્થ સાંભળી વૈરાગ્ય રંગે રંગાઈ સંસારરૂપી નાટકથી ખેદ પામી ભાયંસહિત ચંપક શેઠે ચારિત્રને ગ્રહણ કર્યું. અને તેને આરાધન કરી સ્વર્ગ ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રને વિષે અવતરી મનુષ્યપણું પામી ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. સુદ જેઠની ચૂથને, સોમવાર સુખકાર; સંવત ઓગણી અડસઠે, લખે ગ્રંથ શ્રીકાર, હે ભવ્ય પ્રાણીઓ ! ઉપર કહેલી ચંપક શ્રેષ્ટિની કથાનું શ્રવણ કરીને નિરંતર યથાશક્તિએ દીન, અનાથ, નિર્બળ, રોગી, તેમજ નિરાધાર એવા મનુષ્યની ઉપર દયા લાવીને દાન આપજે. દ્રવ્ય પામ્યાનું સાર્થક એજ છે કે આ ભવ અને પરભવને વિષે શ્રેયસ્કર કાર્યોમાં તેને સદુપયોગ કરવો. જે પાણી આ ભવમાં અભયદાન, સુપાત્રદાન તેમજ અનુકંપાદાન કરે છે તે પ્રાણી ભવાંતરને વિષે દુઃખ કે દારિદ્રને તો પામતાજ નથી. અભયદાન અને સુપાત્રદાનથી તો યાવત છેડા સુખની પ્રાપ્તિ થાય છે. માટે એ અત્યુતમ જે દાન ધર્મ તે ધર્મને ભગવંતે ચાર પ્રકારના ધર્મના પ્રારંભમાં જ ઉપદેશદ્વારા પ્રગટ કરેલા છે તેનું મોક્ષાભિલાષી અને આત્મહીત વાંચક પ્રાણીએ અવસ્ય આચરણ કરવું. જેથી ઉત્તરેતર સુખની પરંપરાને પામી થાવત મોક્ષ સુખના અધિકારી થાઓ. તથાસ્તુ. કે સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust