Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 61
________________ (54) વગડાવી હેલી તીહાં, ભલે આવોરે કાય; આશ્રય અહીં સને મળે, ભેદભાવ નહીં હોય ભુજંગી છંદ. હતા જે વળી પુર્વ ધનાઢય શેઠ, થયા તે દુ:ખી કર્મની ભારી વેઠ; કે અન્ય છુપું નહીં કે જાણે, ખરે ધન્ય એ વિશ્વમાં લેક માને, મહાસેનના પુણ્યના ઉદયથી અને પાંચ રત્નોના પ્રતાપથી કરડો મણ અનાજ સંઘરીને પ્રસંગ આવતાં જાહેર રીતે ગરીબને અને અંદરથી દુઃખી થઈ ગયેલા આબરૂવાળા કુટુંબને ગુપ્તદાન આપી દુકાળરૂપી રાક્ષસના પંજામાંથી હજારો જીવોને બચાવ્યા હતા, તેમજ તેની સાથે રેગીઓને દવા આપી રોગોને શાંત પાડયા હતા. આ વખતે એક પરદેશી નિરાધાર વૃદ્ધ ડોશી રોગથી પીડાતી તેની દાનશાળામાં આશ્રય લેવા આવી. તેની જઠરાગ્નિ મંદ પડવાથી તેને ખાધેલું પાચન નહોતું થતું તેથી તેને પિતાના ઘરમાં લાવીને, દવા કરી તથા બરદાસ ચાકરી કરીને સારી કરી હતી. આ સમયે તેની સ્ત્રી ગુણસુંદરી પણ ગરીબોને દાન આપી પોતાના હાથે કેટલાક ગરીબોની બરદાસચાકરી કરતી હતી. આવી રીતે તે મહાસેન અનુકંપાદાન આપવાથી મરણ પામી આ ભવને વિષે ચંપક શેઠ થયો, અને ગુણસુંદરી બુદ્ધિદર શેઠને ત્યાં પુત્રીપણે અવતરી કે જેનું નામ ત્રીલોત્તમા પાડ્યું. પેલી વૃદ્ધ ડોશી મરીને તેને પાળનારી પાળક માતા થઈ. વચનામતિ શેઠ મરીને બુદ્ધિદત્ત થયો. અને તેને તારા (મહાસેન) રત્નોને ઓળવવાથી તેનું ધન તને આપવું પડયું. તે મહાસેનના ભવમાં હર્ષ બતાવી તે શેઠને લોકો આગળ પરાભવ કરાવ્યો તેથી તારે તેની સાથે વૈર બંધાયું. અને તેજ ભવમાં તે કુળમદ કર્યો હતો તેથી તું દાસીને પેટ પુત્રપણે અવતર્યો. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63