Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 54
________________ ( 7 ) અજ્ઞાનતાના લોભે કરીને તમે મારું મારું કહ્યાં કરો છો તે હવે અજ્ઞાનતા દૂર કરી ઉન્માર્ગને તજી દઈ ધર્મરૂપ જે ઉત્તમ માર્ગવડે શીવપુર નગરીને વિષે જઈ શક્યા છે તે માર્ગને ગ્રહણ કરે જેથી તમારા આત્માનું સાર્થક થાય અને મન વાંચ્છિત સુખના ભોક્તા થાઓ. આ પ્રમાણે કેવળી ભગવંતે અપૂર્વ ધર્મદેશના દીધી તેને શ્રવણ કરીને અનેક ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. ગુરૂની વાણી સાંભળીને પિતાનો સંશય દૂર કરવા ચંપકે કેવળી : ગુરૂને વિનયપુર્વક નમ્રતાથી પૂછયું કે હે ભગવંત ! મેં પૂર્વે શું પુણ્ય કર્યું હશે કે આવી અપાર સંપત્તિનો ધણી થયો અને બુદ્ધિદત્ત શું પાપકર્મ કર્યો હશે કે તેની છાનુ કોટી સુવર્ણ મહોરો બીજાના હાથમાં ગઈ અને તે બુરા હાલે મુઓ? અને ક્યાં કર્મ કરી હું અજ્ઞાત કુળવાન થયો અને મારી વૃદ્ધ માતાને મારા ઉપર કેમ સ્નેહ થયે? તથા હું નિરપરાધી છતાં મારે શેઠની સાથે કેમ વૈર થયું? ઈત્યાદિ વાક્ય બોલીને કહેવા લાગ્યો કે હે ત્રિભુવનપતિ, ગૈલોક્ય પુજ્ય, લોકાલોક પ્રકાશક આપ મારા આ સંશયોને દૂર કરે ત્યારે કેવલી પ્રભુ તેનો પૂર્વભવ કહેવા લાગ્યા. એપાઈ. સુમેળ નામે નગરી એક, પાસે તપોવન સુંદર દેખ; બે તાપસ ત્યાં કંદમુળ ખાય,પંચાની તાપે છે કાયપ્રથમ કપટી ને બીજો સરલ ભવદત્ત ભવભૂતિ નરવર; મરી થયા તેઓ બે યક્ષ તપશ્ચર્યામાં રાખી લક્ષભવદત્ત થયે પછી ત્યાં શેઠ, અન્યાય પૂરીમાં કરતા વેઠ; લેકેને ઠગવાની ટેવ, દુષ્ટ કર્મની કરતે સેવ બીજે જપે પાટલીપુર, મહાસેન સરળ છે ઉર : ક્ષત્રી જાતિ બહુ છે ધન, દીનનું સંતોષે મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63