________________ ( 37 ) આવી વાત સાંભળીને શેઠે તેની સ્ત્રીને વધારે કહેવું મુકી દીધું પણ મનમાં નવો ઉપાય શોધવા લાગ્યો. આપીશ સે મહેરે તને, કરશે જમાઈ ઘાત; એવું કહે સીપાઈને, પાપી ઘરને નાથ, ત્યાર પછી તેણે સીપાઈઓને બોલાવીને લાલચ આપી કે જે તમે મારા જમાત્રને મારશો તે હું તમો દરેકને સે સો સોના મહોરો આપીશ. જેથી સીપાઈઓએ પણ લેભના વશ થઈ તે વાત માન્ય કરી. દેહરો.' જાણે કે તે નહી, તેય રહે સાવધાન; ચંપક શાણે ના ફ, માસ છ ગુણવાન, તેઓએ છ માસ સુધી મારવાનો લાગ શોધ્યું પરતુ ચંપકના સાવધપણાથી તે ઘાતકો ફાવી શક્યા નહિ. ત્યાર પછી એક વખત ચંપક નાટક જોવા ગયેલ હતો અને ત્યાં ઘણું રાત વીતી ગઈ હતી અને નસીબોગે બનવાકાળ હોય તે બને છે. તેવી રીતે રક્ષક સીપાઈઓ પણ જતા રહ્યા હતા અને તેઓને રાતના કયાં બોલાવવા જવું તેમ વિચારી તે એકલેજ મધ્યરાત્રે ઘેર આવ્યો, ત્યારે ઘરનાં બારણું બંધ થયેલાં હતાં. તેથી બારણાં ન ઉઘડાવતાં ઘરની બહાર પરેશુઓને ઉઠવા બેસવા માટે ખાટલા ઉપર બીછાનું બીછાવેલું હતું તેમાં સુઈ ગયો. ડીવાર પછી તેને મારનારા ઘાતકી સીપાઈઓ ત્યાં આવ્યા તેમણે તેને જોયે. એટલે તેઓ શસ્ત્ર વિગેરે લઈ તેને મારવા તૈયાર થયા પણ તેના પુણ્યના પ્રબળ પ્રભાવથી મારતાં અટકી તેઓ વિચારમાં પડી ગયા. - - ભુજંગી છંદ. વીચારે બધા ત્યાં મળી ચીત્ત એવું, ગયે કાળ વીતી થાય કાર્ય કેવું; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust