________________ (35) ધીમે થતી વાત કર્ણગોચર થઈ. આ અવાજ પોતાના પિતાનો છે એમ જાણી આતુરતાથી તે વાત આશ્ચર્યપૂર્વક સાંભળવા લાગી. તે સમયે બુદ્ધિદત્ત પોતાની પ્રિયાને કહે છે કે હે પ્રિયે, અર્થનો અનર્થ થઈ ગયો! શું લખ્યું હતું અને શું થયું!! એ સઘળો વિધાત્રાને જ દોષ છે પણ આ અશુદ્ધ કુળમાં જન્મેલો જમાઈ ધીમે ધીમે આપણું ઘરને સ્વામી થશે. વળી તે મારે કદ્દો વૈરી છે. તેથી તેને કોઈ પણ રીતે તારે ખાવા પીવામાં ઝેર આપી દેવું, એમાં દીકરીના રંડાપાનો કે મરવાનો ભય પણ રાખવો નહિ; કારણ નથી. માટે કોઈપણ રીતે તેને મારી નાખવું જોઈએ. કેતકદેવીએ પિતાના પતીનું વચન સ્વિકાર્યું; માતાપીતા બન્નેએ પોતાના પતીને મારવાનો દઢ વિચાર કર્યો અને પિતાનું અહીત થવાને ડર પણ રાખ્યો નહિ. તેવું સાંભળી તેના મનમાં જેમ વજન ઘા વાગે અને દુઃખ થાય તેમ દુઃખી થવાથી દીર્ઘ નીશ્વાસ નાંખતી મેડા ઉપર ચાલી ગઈ. - ભુજંગી છંદ. કદી જે કહે નાથને સત્ય વાત, કરે સ્વામી રીશે મુજ તાત ધાત; નહીં જે કહે તે પછી સ્વામી ઘાત, અરે દેવ લાવી મુકી કેવી વાત. દેહરા. પ્રબળ પુન્ય પ્રભાવથી ઉત્પન્ન થઈ અક્કલ; વીચારી નારી વદે, સ્વામી હે સાંભળ. નિમિત્ત બળથી જાણીને, ભારે તારી ઘાત; હાલા વિનયે વિનવું, સાથી રાખો સાથ, નોકરથી તાંબુલ્ય પણ, નવ લેશે લગાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust