________________ દઈ સન્મુખ આવી વિનયથી વંદન કરી યથેચીત સ્થાને બેઠા. શુદ્ધ માર્ગને પ્રદર્શીત કરનાર ગુરૂમહારાજે ભવ્યજીવોને વિષે ઉપકાર નિમિત્તે પિતાની અમૃત વાણીથી મધુર સ્વરે દેશના દેવી શરૂ કરી. હે ભવ્ય પ્રાણુઓ ! આ સંસારસમુદ્ર અનેક પ્રકારના દુઃખરૂપ કલ્લોલ કરીને પૂરેલો છે. તેને વિષે અથડાતા પ્રાણું ને તેને પાર પામવા સારું ધર્મજ પ્રહણ સમાન છે. જ્યાં વિષયથી વિરામવાપણું છે, કષાયને ત્યાગ છે, ગુણને વિષે અનુરાગ છે અને ક્રિયાને વિષે અપ્રમાદીપણું છે; ત્યાંજ શિવસુખના સાધનરૂપ ધર્મ છે. વળી મધ્ય, વિષય, કષાય, વિકથા અને પ્રમાદ એ પાંચ જીવને સંસારને વિષે પાડે છે. માટે હે ભવ્ય જીવો! તમે આ સંસારમાં મુંઝાઓ નહિ. જૈનધર્મનું તત્ત્વ જાણી તેનું આચરણ કરે. વારંવાર આવી સામગ્રી, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, સિદ્ધાંત શ્રવણ અને શ્રદ્ધા એ ચાર વાનાં મળવાં મહા દુર્લભ છે. હે પ્રાણીઓ! તમે પ્રમાદનું આચરણ કરો છે અને સુખની વાંછના કરે છે તો તે કેમ બનશે? કેમકે પ્રમાદવડે તો નકદિક દુર્ગતિની પ્રાપ્તિ છે અને તે તો મહા દુઃખવડે સહન થાય તેમ છે, તો તમે પ્રમાદને તજીને ધર્મનું આરાધન કરે. આ અસ્થીર શરીરે કરીને પણ સ્થીર એવો જે ધર્મ છે તે સાધ્ય છે માટે મળયુક્ત અને ક્ષણભંગુર દેહ પામીને પણ તેને સાર્થક કરો. જેમ ચિંતામણું રત્ન દરિદ્રને મળવું સુલ્લભ નથી તેમ સમકિત પ્રમુખ ગુણની સંપદાએ સંયુક્ત એવું ધર્મરૂપ ચિંતામણિ રત્ન પામવું પણ મહા દુર્લભ છે. તે તેવા અમૂલ્ય રત્નને યોગ મળ્યા છતાં તમે પ્રમાદને વિષે કાળ વ્યતીત કરે છે તે અત્યંત શોચનીય છે. જેને મરણની સાથે મિત્રપણું હોય, જેનામાં ભરણુથી દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust