________________ (23) પણ મારી નાંખી. પણ તે છોકરે પોતાના પુન્યથી બચ્યો હતો. ઉજજયિની વાસી તીહા, વૃદ્ધા દાસી કેઈ, દીઠે બાળક મારગે, રહ્યા હતા જે રોઈ; સખીઓ સાથે જે હતી, તેને કહે છે કે, મારી માતા એહની, જગમાં નરધીક એહ, આભૂષણ લીધાં નહી, તેથી નહીં એ ચેર, સ્વાર્થ પિતાને સાધવા, કીધું કર્મ કઠોર; માત વીનાનું બાળ આ, તાત વીનાને રંક, રક્ષણ તેને આપીને, દેવું મારે પંક તેવામાં તે ગામની સમીપમાંથી એટલે ઉજ્જયિની નગરીથી કોઈ એક વૃદ્ધા દાસી ગામ જવાને પિતાના પરીવાર સહીત જતી હતી. તેવામાં ત્યાં આવતાં તેણે એકદમ આવા અતિશય ખેરવાળા બનેલા કાર્યને જોઈને આ બાળકને માર્ગમાં માતા વિનાને રડતો જોઈ પિતાની સાથે દાસીઓ હતી તે પ્રત્યે કહેવા લાગી કે દુનિયામાં આ પુત્રની માતાને જેને મારી છે તેને આ કીમતી આભૂષણ લેવાને માટે નહી પરંતુ પિતાનું અતિ નીંદનીય કર્મ ને દુર હૃદયથી પિતાનો નીચ સ્વાર્થ સાધવા કાર્ય કરેલ જણાય છે માટે એ મા વિનાના બાળક અને પિતા વિનાના ગરીબડા પુત્રનું , હું રક્ષણ કરીશ. - ભુજંગી છંદ. લીધાં આભુષણે દાસીના અંગમાંથી, રૂડાં વસ્ત્રમાં તેહને લીધી બાંધી; વળી બાલને કેડમાં રાખી લીધો, જડ ગામમાં રાજને ભેદ દીધો. તેવી રીતે કહી દાસીના અંગમાંથી આભૂષણે લઈ એક વસ્ત્રમાં બાંધીને પાસે રાખ્યાં તથા પુત્રને કેડમાં બેસારીને સખીયો સાથે ઉજજયિની નગરને વિષે આવી જોયેલી સઘળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust