Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 38
________________ ( 31 ) " રાત્રિએ મારું મન ધાર્યું કાર્ય સિદ્ધ થઈ ગયું હશે ને તેની ખબર લઈ કોઈ માણસ હમણાં આવશે. એવી રીતે ચંપકના મરણની ખબર લાવનારની રાહ જોતાં ભાગ્યને ત્યાં એક પુરૂષને ચંપાનગરીથી આવતો જોયો. તેથી બુદ્ધિદત્તે તેને ઉલટભેર પુછયું કે હે ભાઈ! તને આટલો બધો હર્ષ થવાનું શું કારણ છે ! તે તું મને જલદી જણાવ. હવે તે પુરૂષે શેઠને નહીં ઓળખવાથી પ્રાણું ગ્રહણાદિ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. - દેહરે. નહીં ઓળખી શેઠને, સાચી કહી ત્યાં વાત; ચંપાનગરીમાં થયું, લગ્ન એક ગઈ રાત દીધું દાન ત્યાં એટલું દારીદ્ધ થયું દુર; જય બોલે ચંપની, ઉલટ સિાને ઉર, બુદ્ધિદત્તની બાળકી, પરણાવે નિજ ભ્રાત; જેવું સરખું જાણીને, ગુણ ગાવે સિ સાથ. તેવી રીતનાં તે પુરૂષનાં વચન સાંભળીને બુદ્ધિદત્તને અતીશય દુઃખ થયું તથા તેને શળને રોગ ઉત્પન્ન થયો અને ચેન ન પડતાં ત્યાં બેઠેલા સ્નેહીઓથી જુદો પડીને તુર્તજ તે ચંપાનગરીને વિશે આવ્યો. પિતાના ઘર પાસે હજારે મનુબેને વિવિધ પ્રકારનાં ભોજન જમતાં દેખીને તેને (બુદ્ધિદત્તને) કોધ ઉત્પન્ન થયો અને શું કરવું તે પણ ભુલી ગયો. તે વખતે તેના લઘુ ભાઈ સાધુદત્તને ખબર મળવાથી વધામણું ખાવા આવ્યો. તેણે વિનયપૂર્વક મસ્તક નમાવીને સર્વ હકીકત જણાવી પરંતુ બુદ્ધિદત્તને ખરી વાત ન સમજાયાથી ક્રોધને દબાવી દીધો અને મેંટેથી મીઠાશના શબ્દો કહી સર્વના દેખતાં તેની પ્રશંસા કરી. ઈચ્છા કરતાં કાંઇ, થાય છે બીજું જ્યારે, માણસ મન ગુમાન, રહે છે દૂરજ ત્યારે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63