________________ (30) પછી ચંપકને પુછવાથી બનેલી સવીસ્તર હકીકત કહી સંભળાવી. સાધુદત્તે પત્ર વાંચીને પિતાને જમાત્ર જાણું અતિ ઉત્સાહથી બન્ને જણ સાથે જમવા બેઠા. પ્રભાત થયા બાદ સાધુદત્તે દેવાંશી જેવા કુમાર સાથે તે કન્યાનું લગ્ન કરવા દર નિશ્ચય કર્યો. લગ્નની ગોઠવણ થવા જેટલો સમય નહોતો પણ ભાઇએ તાકીદ જણાવ્યાથી તેણે સઘળા સગાંસંબંધીઓને લાવી રાત્રિને વિષે દરેક પ્રકારની સામગ્રી તૈયાર કરવા લાગ્યાં. - ભુજંગી છંદ. સગાં મિત્ર ને નાતીને જાતી તેડી, બહુ દ્રવ્ય ખર્ચી નાંખ્યાં દુ:ખ ફેડી; રૂડાં ગીતને ગાયે ત્યાં સુંદરીઓ, વદે લોક કન્યા ભલે એહ વરીયે, રૂડે ઠાઠ ત્યાં રાતમાં ખુબ જાયે, સુણ વાજાને સખીને કલેશ વાગ્યે થયું સ્વર્ગ તુલ્ય આહીં ભૂમી ભાગે, મળ્યાં દેવદેવી એવું ત્યાંય લાગે, પડી અન્ય ગામે ખબર એહ જ્યારે, હજારે સગા ભેટછું લાવે ત્યારે, બીજી બાજુ ત્યાં લેકને દાન આપે, દીને દાન લેઈ દુઃખ દૂર કાપે. લગ્નની ધામધુમમાં હજારે મનુષ્યો ભરાવા માંડ્યાં. અહીં એક બાજુ સગાસંબંધીઓ તથા હજારો માણસો ભેટ આપવા આવતાં ત્યારે બીજી બાજુ ગરીબોને દાન અપાતું હતું. તેવી ખબર જ્યારે હજારો ગરીબ મનુષ્યોને મળવા લાગી ત્યારે તે દાન લેવા દેડાદોડ કરવા લાગ્યાં. તેથી જ્યાં ત્યાં લગ્નની વાત સીવાય બીજું કાંઈ પણ સાંભળવામાં આવતું નહોતું. અહીં બુદ્ધિદત્ત પિતાના સગાને ત્યાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust