________________ (રપ) | ' ' ' માતાને કહ્યું કે, હે માતા ! મારા પોતાનું નામ છે? ત્યારે તેની માતાએ દીલગીરીથી સર્વ હકીકત કહી સંભળાવી. એથી યુવક પુત્ર ચંપકે પિતાને વિદ્યાભ્યાસ છોડી દીધો અને રાજાની આજ્ઞાથી વિક્રય કરતાં થોડાક દિવસમાં વેપારમાં નિપુણ થયો અને પોતાની હોંશિયારીથી ચોદ કોટી સુવર્ણને માલીક થયો, તથા ઉત્તમ ગુણોથી સર્વે વેપારીઓને રંજીત કરી તેઓની સાથે ગાઢી મિત્રતા થઈ. એક દિવસે તેના કોઈ એક મિત્રના પુત્રની જાન જવાની હોવાથી તેમાં ચંપક શેઠને પણ આમંત્રણ કરી સાથે લીધા હતા. જ્યાં સર્વે પહોંચ્યા પછી કન્યાના બાપે તેના મિત્ર બુદ્ધિદત્તને પણ આમંત્રણ કર્યું હતું. ત્યાં બન્ને જણા ભેગા થયા. દેહરા. ચંપક જ્યારે નીરખે, બુદ્ધિદર નિપુણ; રૂપેથી રંજીત થઈ, પુછે આ છે કેણ, ઓળખ ના મળી પુરતી, જ્યાં લગી ચિંતવે શેઠ, પુત્રી મારી પરણાવીને, કરૂં સર્વને હેઠ, ઉલ્લાસે એકાંતમાં, પુછે નીજ અધિકાર; ભેળપણે ચંપક કહે, નહિ જરા ફેરફાર ભુજંગી છંદ. બધે સાંભળે તે અધિકાર જ્યારે, બળે ચિત્તમાં શેઠજી પુર્ણ ત્યારે, અરે મુખે હું તે ખરે ભુલ કીધી, બની વાત તે દેવીએ હાથ લીધી. દેહરા. ' ઉદરને વિદારીને, બહાર કાઢીને બાળ; હો હેત જે તેહને, જીવ જાત તતકાળ, હજુ ભુલ સુધારવા, છેજ હાથ ઉપાય; પુણે ઝાડ મોટું થતાં, વાર્યું નહિ વળાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust