________________ ( 7 ). બુદ્ધિદર મારવા બાળને, હજુ પ્રપંચ કે રચે; માણેક સજજનપણે વાંચ, પુણ્ય બાળ કે બેચે. બુદ્ધિદત્તે કપટથી તેને મારવાનો વિચાર કરીને કહ્યું કે હે વત્સ! તું થોડા દિવસ મારી પાસે રહે તો હું તને વેપારથી કરડો સુવર્ણ મહોરે પ્રાપ્ત કરાવીશ અને ત્યાર બાદ સુખેથી તું તારા દેશમાં જજે. કારણ કે ચંપાનગરીમાં મજીઠ વીગેરે વસ્તુઓ પાકવાથી સસ્તી મળે છે, અને અહિં તેને પાક ન હોવાથી મેંધી વેચાય છે માટે ત્યાંથી લાવીને તું અહીં વેચ કે જેથી તને ઘણો લાભ થશે. અને ત્યાં મારો લધુભાઈ છે તેના ઉપર હું પત્ર લખી આપું છું તે તેને સર્વે વસ્તુએ અપાવશે જેથી કરી એકજ ખેપમાં સુવર્ણકટી ન મળશે. તેમાં અડધે હીસ્સો તારે અને અડધો મારો રાખજે. વળી આપણું બન્નેમાંથી કોઈએ પ્રપંચ કરે નહિ, તેમ તારે આ સંબંધી કોઈને વાત પણ કરવી નહીં. જે હું ત્યાં લેવા જાઉં તો લગ્નના કાર્ય પ્રસંગે સગાસંબંધીઓને ઈતરાજી થાય માટે તું આ કાર્ય કર. આવી રીતે બન્ને જણાએ તે વાત અરસપરસ કબુલ કરી, જેથી ભોળો ચંપક મનમાં મલકાવા લાગ્યા. છપે. વેપારીને ચિત્ત લેભને, ભજ દુરે, રાતદીન વેપાર લાભની, વાતજ ઉરે; ન ગણે ભૂખનું દુ:ખ, તાપને ટાઢજ વેિઠે, ન ગણે માન અપમાન, લાજને મુકે હેઠે; દેશ પરદેશ એ ભટકતા, હાલ બુરે કઇ મુઆ; માણેક ધન્ય નામ તેહ છે, સમજી સંતોષી હુવા. વેપારીઓને કદી તૃષ્ણ મટતી જ નથી. તેઓ હદયને વિષે રાતદીન પુદ્ગલાદિક સુખ, દુઃખ, તાપ, ટાઢ, માન, અપમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust