Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 27
________________ ( 20 ) ઘેર શીધ્ર પહોંચ્યા પછી, પાછી મુકીશ અહીં; . રસ્તે સહાય કરતાં થશે, શાંક તેમાં નહીં, ભુજંગી છંદ. બહુ આગ્રહથી માગતે બુદ્ધિદત્તક દીધું વેણ પાળે ખરે અપ્રમત્ત.. અતિ પ્રાણુથી વ્હાલી તે દાસી શાણી; તથાપી દીધી સાથ તે સ્નેહે આણી. તેવાં સ્નેહનાં વચનો જ્યારે ત્રિવિક્રમ શેઠે બહુ આગ્રહથી કહ્યાં ત્યારે બુદ્ધિદત્તે તે શેઠના પિતાના પ્રાણથી અધીક એવી 'જે પુણ્યશ્રી દાસી તેણું માગણી કરી, અને કહ્યું કે રસ્તામાં તે મને સહાય કરતા થશે; અને ઘેર પહોંચ્યા પછી તુર્ત આપને મોકલી દઈશ. જ્યારે બુદ્ધિમત્તે બીજું કાંઈ પણ નહિ માગતાં દાસીને જ માગી. ત્યારે ત્રિવિક્રમને પણ વિચાર થયો કે કેવી રીતે દાસીને આપવી? મેં પ્રથમ માગવાનું વચન આપેલું અને મિત્રતા પણ ઘણું ગાઢી હતી તેથી અતિ સ્નેહથી તે દાસીને સોંપી. જેકે ત્રિવિક્રમ શેઠ સરળ બુદ્ધિનો હતો અને તેણે જતી વખતે કહ્યું હતું કે તમે ઘેર પહોંચ્યા પછી તુર્તજ તમારા કહેવા મુજબ દાસીને મોકલજે, છતાં પણ તે બુદ્ધિદત્તના પાપીણ હૃદયમાં આ લોક કે પરલોકનો સઘળે ડોળ ફક્ત પિતાના સ્વાર્થ માટે વિસારેલો હોવાથી ત્યાંથી રવાના થયા. એણે તે દાસીને પિતાના રથમાં બેસાડી હતી, ને પિતાના કાફલાના માણસોથી છૂટા પડી પોતે પોતાનું કલ્યાણ કરવા પછવાડે રહ્યા અને આજુબાજુ માણસ વીનાનું મહા ભયંકર જંગલ જોઈને તે ક્રુર હૃદયના પાપીઝ બુદ્ધિદત્ત પિતાને સ્વાર્થ સાધવા માટે દાસીને રથમાંથી એકદમ નીચે નાંખી તેના પેટ માંહેના ગર્ભને પગેથી ભેદી નાંખ્યો અને તે દાસીને પણ ગળે ટૂંપો દઈ શ્વાસ રૂંધી મારી નાંખી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63