________________ વિધિ ભાગતી જોડતી જોડયું ભાગે, નહીં કોઈ તર્ક તીહાં કામ લાગે; કયે ઉદ્યમે તે વળી વ્યર્થ જાયે, વિધાત્રા તણું લેખ મીથ્યા ન થાયે, કારણકે વિધાત્રા જે લેખ લખવાવાળી છે તે આપણું વિચારને ભાગી નાખે છે, ભાગતાંને જોડી નાખે છે અને આપણા જોડેલાને પણ તે તેડી નાખે છે તો તેની પાસે આપણો એક પણ તર્ક ચાલતો નથી. કોઈ પણ પુરૂષ ઉધમ કરવા જાય તો તે વ્યર્થ જાય છે. પણ વિધાત્રાએ લખેલા છઠ્ઠીના લેખ કદી પણ મીથ્યા થતા નથી. તે વખતે રાવણે અહંકારપૂર્વક ગર્વથી કહ્યું કે અહોહો હે પુરૂષો એ બીચારી વિધિ તમને શું કરી શકે તેમ છે? પુરૂષત્વ તેજ દરેક કાર્યમાં કામ લાગે છે. દેહરે. નિમિત્તક વળતું કહે, સાંભળ રાવણ રાજ; કહ્યું એક મારૂં કરે, તો ખાત્રી થાયજ આજ ત્યારે નિમિત્તિયાએ કહ્યું કે હે રાવણ રાજન ! મારું એક કહ્યું કરો કે જેથી તે બાબતની તમોને ખાત્રી થશે. ચંપસ્થળને રત્નસ્થળ નામના નગરના નૃપના પુત્ર; તથા પુત્રીનું આજથી સત્તરમે દિવસે મધ્યાન સમયે પરણવાનાં છે તે જે રોકવાને તમે તથા ઇંદ્ર કે બીજો કોઈ પણ શક્તિમાન પુરૂષ સમર્થ હોય તે પછી જાણવું કે તે વિદન અટકાવવાની તમારી શક્તિ છે, અને જે તે રોકી ના શકાય તો રામ લક્ષ્મણના હાથથી તમારું મૃત્યુ થવામાં તમારે કશે પણ ઉપાય કામ લાગવાને નથી તે ચોકસ જાણી લેજો. હવે રાવણે તે વાત મનમાં ધારીને વિધાત્રાને જુઠી પાડવા માટે ચંપાવતી કન્યાને બે અન્ય રાક્ષસો મોકલી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust