________________ ( 15 ) એક દિવસે તે રાજાની નજીકના રાજાના સૈન્ય આવી તેની સાથે યુદ્ધ કર્યું. હરીબળે પણ પિતાની શક્તિઅનુસાર ઘણો વખત ભાલા, તલવાર વિગેરે શસ્ત્રોથી યુદ્ધ કરવા છતાં પણ દુર્દેવયોગ્ય લડાઈમાં પડે અને નગરને શત્રુઓએ ઘેરી લીધું. જેથી રાજકુમાર હરીદત્ત પોતાના પ્રિય મંત્રીપુત્ર મંત્રીસાગર સાથે ત્યાંથી છાનામાને પલાયન કરી જઈ લક્ષ્મીપુર નગરમાં આવ્યો. ' દેહરે. પારધી ઘેર નેકર રહ્ય, રાજ તણે જે બાળ; એક જીવ નીત્યે હણે, નિરવાહે નીજ કાળ, તે રાજપુત્ર પિતાના નિર્વાહ અર્થે તે નગરમાં એક પારધીને ત્યાં નેકર તરીકે રહ્યો હતો. ત્યાં કેટલો સમય વિત્યાબાદ પિતાનું રહેવાનું સ્થાન બનાવી પોતાનું ગુજરાન ચલાવવા અર્થે નિરંતર એક જીવની હત્યા કરે છે. - - એપાઇ. મંત્રો પુત્ર કઠીયારે બન્યો નિજ નિર્વાહ ભારે ગ; એવા હાલ બન્નેના થયા, વિધી લેખ નવ ટાળે કન્યા મંત્રીપુત્ર પણ પિતાના નિર્વાહ અર્થે પોતે કઠીયારો બની નિરંતર કાષ્ટને ભારે લાવી આજીવિકા ચલાવવા માંડી. એવી જ રીતે બન્નેના વિચિત્ર હાલ થયા. કારણ કે વિધાત્રાના લેખ નિષ્ફળ થતા નથી. હવે રાજાને જે સુબુદ્ધિ નામને મંત્રી તે પણ પૃથ્વીને વિષે ફરતે ફરતો લક્ષ્મીપુર નગરને વિષે કર્મયોગ્યે આવી પહએ. તે સમયે તેણે પોતાના પુત્રને કાષ્ટનો ભારે લઈ આવતો દેખી પુછયું કે હે પુત્ર ! આ શું? ત્યારે તેણે કહ્યું કે, હે પીતાજી, આખે દીન ભટકી મળું, તોય ન પામું અન્ન; ભારે એક નિચે મળે, અરે હંજ અધન્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust