________________ ( 12 ) માટે સમુદ્રના કીનારે પડેલા આમળાના ફળ જેવડા મુક્તાફળો તથા અમૂલ્ય કીંમતના મોતી તથા રત્નાદીક વિગેરેને , સંગ્રહ કરીને દેવીને ક્રિડા ખેલી આવવાનો સમય જાણીને વસ્ત્રની છેડાછેડી બંધાયેલી છે જેની એવા કુમાર તથા કુમારીએ પેટી પ્રત્યે પેસી પેઢીનું બારણું બંધ કર્યું. થોડી વાર થઈ ત્યાં દેવીએ આવીને પેટીનું દ્વાર બંધ દેખી પુછયું કે હે પુત્રી! કેમ તું સુખેથી અંદર બેઠી છે કે? કુંવરીએ હા પાડતાં દેવીએ હમેશની માફક તે પેટીને પિતાના મુખની અંદર રાખી જળને વિષે રહી. અહીં રાવણે નિમિત્તિયાને કહ્યું કે જે તારું વચન મેં ખોટું કર્યું છે અને તે વરકન્યાનું લગ્ન થતું અટકાવ્યું છે. તેની તેણે ખાત્રી કરવા માટે અઢારમા દિવસે દેવીને બોલાવી તેણના મુખમાંથી પેટી કઢાવી, જોયું તો તે કન્યાએ કંકણ પહેરેલી યોગ્ય રૂપવાળા પિતાના પતી પાસે બેઠેલી જોઈ. તેથી સર્વ આશ્ચર્ય પામી. ગયાં તેથી રાવણે પણ નિશ્ચય કર્યો કે ભવિતવ્યતાને કોઈ અટકાવવા સમર્થવાન નથી અને તેથી તે રાજકુમારને તેના પિતાના ઘેર વિધાધરો સાથે મોકલી આપ્યો. તેથી તેના સગાસંબંધીઓ પણ અતિશય આનંદ પામ્યા. - દેહરે. એમ કહી ચુપજ થયે, જ્યારે સાધુ દત્તક ત્યારે ઉપકૃમ વાદીએ, બેલે બુદ્ધિદર, જ્યારે સાધુદત્ત ઉપરની વાત કરતા બંધ થશે ત્યારે બુદ્ધિદત્ત શેઠ કહેવા લાગ્યો કે ભવિતવ્યતામાં ઉદ્યમ કરેલો કામ લાગે છે. - ભુજંગી છંદ. મળે છે જુવે લક્ષમી ઉઘોગીને, વિના ઉદ્યમે કેમ નિરભાગીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust