Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 15
________________ “ત્રણ સ્વીકાર” સૌરાષ્ટ્ર ભાવનગર જીલ્લામાં (ઘોઘા) રતનપરના વતની શ્રી મણિભાઈ નથુભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કંચનબેન સરળ સ્વભાવી ને ધર્મપરાયણ હતા. પરોપકાર ગુણના કારણે ગ્રામ્યજનોના હૃદયમાં સ્થાન મેળવનાર તે દંપતીના સદ્ગણોનો વારસો તેમના સંતાનો કમળાબેન, રમણિકભાઈ, મનસુખભાઈ, જશવંતભાઈ તથા ગજરાબેનમાં ઉતર્યો. પરમાત્માની કૃપા તથા પૂ. ગુરુદેવોના ઉપદેશથી ગજરાબેન વૈરાગ્યવાસિત બન્યા ને વિ.સં. ૨૦૩૧ પોષ વદ દશમ તા. ૫-૨-૧૯૭૫ ના રોજ પપૂ. યોગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ.સૌભાગ્યશ્રીજી મ. ના શિષ્યા પ.પુ. જ્ઞાનશ્રીજી મ. ના શિષ્યા પ.પૂ. વિનયશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. પ્રિયદર્શનાશ્રીજી મ. પાસે સંયમ ગ્રહણ કર્યું ને પૂ. સા. ગુણધર્માશ્રીજી મ. બની સંયમની આરાધના કરી રહ્યા છે. શ્રી રમણિકભાઈને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા હતી ને તત્ત્વજ્ઞાન પ્રત્યે પ્રબળ રુચિ હતી. તેઓ ધંધો નીતિમત્તાના ધોરણે કરતાં, નિવૃત્ત થયા પછી તીર્થયાત્રા તથા સેવાના સુંદર કાર્યો કરતાં હતાં. આત્મિક શુદ્ધિ માટે પૂ. ગુરુજી પાસે આલોચના લઈ જીવનને પવિત્ર બનાવ્યું. છેલ્લા ત્રણ વર્ષની માંદગીમાં તત્ત્વ શ્રવણ, મંત્રજપ આદિ આરાધનાપૂર્વક જીવન જીવતાં તેઓએ વિ.સં. ૨૦૧૫ જેઠ સુદ બારસ, ગુરુવાર તા. ૪-૭-૨૦૦૯ના રોજ મુંબઈમાં સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. શ્રી જશવંતભાઈમાં સમાનતા, પરોપકાર, સાધુ સંતોની સેવાનો ગુણ ઉત્કટ હતો. પૂ. ગુરુજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ને ભક્તિવંત તેઓએ જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગુરુજી ની સેવા કરીને કૃપા પ્રાપ્ત કરી. નાની ઉંમરમાં બ્રેઈન હેમરેજ થયું. જાગૃત અવસ્થામાં વિશેષ પ્રકારની ધર્મની આરાધના કરતાં તેઓએ વિ.સં. ૨૦૫૦ ફાગણ સુદ બારસ તા. ૨૩-૪-૧૯૯૪ ગુરુવારના રોજ ભાવનગરમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો. પૂ. સા. ગુણધર્માશ્રીજી મ. ની પ્રેરણાથી સ્વ. રમણિકભાઈના સુપુત્રો અનિલ, મનીષ, દીપક, દેવાંગ તથા સ્વ. જશવંતભાઈના સુપુત્રો રાજેશ તથા ભરત તરફથી તેઓની પુણ્યસ્મૃતિ નિમિત્તે ચૈતન્ય યાત્રા ભાગ-૩ ના પ્રકાશનમાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ૧0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 178