Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
10
સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત)
પ્રવૃત્તિ પરિચય સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત શાખા) ની સ્થાપના તા. ૨-૭૧૯૭૮ ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવી હતી. જૈન શાસનના અર્કને પામી જીવનને સાર્થક બનાવવાનો પ્રયત્ન આ મંડળ કરે છે. મંડળને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા છે આગમપ્રેમી સુશ્રાવકરત્ન શ્રી જશવંતભાઈએ, મંડળની વિવિધ પ્રવૃત્તિઓને સાકાર કરવા સહકાર મળ્યો છે સમસ્ત જૈન સમાજ અને શ્રી સંઘોનો. મંડળમાં પ્રાણ પૂર્યા છે પૂ. ગુરુભગવંતો અને સતીવૃંદે, મંડળને વેગ આપ્યો છે ધર્મપ્રેમી, દાનવીર શ્રેષ્ઠિઓએ. મંડળને સફળતાના સોપાન સર કરાવ્યા છે સંચાલકોએ, મંડળને ગતિશીલ રાખ્યું છે તેમના નિષ્ઠાવાન કાર્યકરો અને સભ્યોએ. પરિણામે શાસનસેવાના કાર્યની મહેક ચારે તરફ પ્રસરી છે. આ મહેકથી ખેંચાઈને સોનામાં સુગંધ ભળે તેમ રાજકોટ શ્રી શામજી વેલજી વીરાણી ટ્રસ્ટ અને પ્રેમ જીનાગમ સમિતિ – ઘાટકોપર, મુંબઈએ પોતાનું કાર્ય મંડળને સોંપેલ. કાર્યકરોમાં નવી શ્રદ્ધા જન્મી અને કાર્ય કરવાની નવી ક્ષિતિજો ખૂલી.
સુધર્મ પ્રચાર મંડળના મુખ્ય હેતુઓ (૧) સંસ્કાર, જ્ઞાન અને પ્રશિક્ષણ શિબિરો યોજવી. (૨) ચાતુર્માસ દરમ્યાન પૂ. સાધુ સાધ્વીજીથી વંચિત ક્ષેત્રોમાં પર્યુષણ પર્વ દરમ્યાન વ્યાખ્યાતા ભાઈ/બહેનોને મોકલવા તથા તેમને તૈયાર કરવા, વ્યાખ્યાતા સંમેલનો યોજવા. (3) સમગ્ર ભારતમાં જૈનશાળા તથા મહિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org