Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 723
________________ પ્રતિભા દર્શન જે ૬૦૧ બલિષ્ઠ મહાજન પરંપરા અને સાંપ્રત પ્રAિભાઓ –શ્રીમતી માલતીબેન કે. શાહ તત્ત્વજ્ઞાન વિષયના અભ્યાસી શ્રીમતી માલતીબેન કિશોરભાઈ શાહ તેમના પિતા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા તેમના પરિવાર તરફથી નાનપણથી જ મળેલ સાહિત્યવારસાને જાળવવાનો પ્રયત્ન, કૌટુંમ્બિક જવાબદારીઓ સાથે કરી રહ્યાં છે. તેઓએ તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ.; પી.એચ.ડી.ની ઉપાધિ મેળવીને પ્રસંગોપાત કોલેજોમાં, અંધશાળામાં તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે વિષયોનું અધ્યાપન કાર્ય કરેલ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવાના કામમાં તથા બીજાં નાનાં-મોટાં લેખનકાર્યોમાં પિતાશ્રીને મદદ કરવાની સાથે તેમણે અકબર બાદશાહના સમયમાં થઈ ગયેલ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું જીવનચરિત્ર ઐતિહાસિક વિગતો સાથે પુસ્તકરૂપે લખવાનું કામ પણ કરેલ છે. લગ્નબાદ જીવનસાથી દ્વારા સહકાર અને પ્રોત્સાહન પ્રાપ્ત કરીને મહાનિબંધ તૈયાર કર્યો તે (ઉપાધ્યાય યશોવિજયજીકૃત) “જ્ઞાનસાગરનું તત્ત્વદર્શન'ના નામે પ્રકાશિત થયેલ છે. પુસ્તુત લેખમાળામાં અમદાવાદની બલિષ્ઠ નગરશેઠ પરંપરામાં થઈ ગયેલ મહાનુભાવોનો ટૂંક પરિચય આપવામાં આવેલ છે. તદુપરાંત જૈન ધર્મ અને દર્શનના સીમાસ્તંભ જેવું વ્યક્તિત્વ ધરાવતી વિવિધ પ્રતિભાઓનાં જીવનનું દર્શન પણ કરાવવામાં આવેલ છે. –સંપાદક અનુપમ એવા અનુપમા દેવી વિક્રમની તેરમી સદીમાં થયેલ બાંધવબેલડી વસ્તુપાળ - તેજપાળની કીર્તિગાથા આજે પણ સહુને આકર્ષે છે. તેમાં તેજપાલનાં પત્ની અનુપમાં બુદ્ધિમાં જાણે સરસ્વતીનો અવતાર હતાં. કુટુંબ ઉપરાંત રાજકારણની ગૂંચો ઉકેલવાની આવડત પણ અનુપમાદેવીમાં હતી. ' એકવાર શત્રુંજય - ગિરનારની યાત્રાએ જનાર આ કુટુંબને સલામતી માટે હડાળા ગામે પોતાની સંપત્તિ ભંડારી દેવા ખાડો ખોદતાં જમીનમાંથી સોનામહોરો ભરેલો ચરુ મળ્યો. અનુપમાદેવીએ આ ધનને ઊંચે શિખર ઉપર મૂકવાની વાત કરી. શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધાર ઉપરાંત આબુ ગિરિરાજ ઉપર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂણિગવસતિ નામે ભવ્ય કલાત્મક પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમા દેવી જાતે હાજર રહીને શિલ્પીઓની માતૃવત વાત્સલ્યથી સંભાળ લેતાં. તો તેથી કવિઓ તેમના માટે લખે છે કે, “લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી, છે, ઇંદ્રાણી શક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો. કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા તો અનુપમ છે.” એક અનોખો દાનવીર ખેમો દેદરાણી વિ.સં. ૧૫૪ ના કારમાં દુકાળમાં ગુજરાતમાં મહમ્મદ બેગડાના શાસનકાળ દરમ્યાન ચાંપાનેરના મહાજનના આગેવાન જૈનો પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા, વગેરે શહેરમાં ફરી અનાજ, વસ્ત્રો માટે દાન એકઠું કરતા હતા ત્યારે ધંધુકા પાસેના હડાળા ગામમાં સામાન્ય વેશધારી ખેમાએ મહાજનને પ્રણામ કરી ઘરે આગતા સ્વાગતા કરી અને આખા વર્ષની મદદ કરવાનું વચન આપ્યું. જે સાંભળી મહાજન દંગ રહી ગયું. તેમની માનવતાની મહેકે અનેક માનવજીવનને બચાવી લીધાં. મહાજત પરંપરાતા આધસ્તંભ નગરશેઠ શાંતિદાસ ઝવેરી મોગલ સમય દરમ્યાન થઈ ગયેલ શ્રી શાંતિદાસ ઝવેરી | (જન્મ આશરે ઈ.સ. ૧૫૮૫-૯૦, અવસાન ઇ.સ. ૧૬૬૦) મહાજન પરંપરાના આદ્યપુરુષ હતા. પંદરેક વર્ષની યુવાન વયે બાદશાહ અકબરના દરબારમાં ઝવેરી તરીકે કુશળતા દેખાડનાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844