Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 754
________________ ૦૦૨ ૪ બન્યા. એ નવપદજીની ઓળી થયા છતાં હજુ તે પ્રત્યેના પૂર્ણ સદૂભાવ તેવોને તેવો જ જોવા મળ્યો. શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા માટે જયારે જયારે જે દિવસે તેઓ પાલીતાણામાં આવે અને ગિરિરાજની યાત્રા કરે તે પ્રથમ દિવસે તેમને ઉપવાસ જ હોય અને જયારે ત્યાંથી ઘર તરફ જાય ત્યારે પ્રાય: આયંબિલ જ હોય, એ તપોધર્મના મંગલપણામાં તેમનો સભાવાતિરેક જાણવા માટે બસ છે. દાન-શીલ અને તપ એ ત્રણેય ધર્મના પ્રકારો ભાવથી સંગત હોય તો જ સંપૂર્ણ ફળ આપનારાં શાસ્ત્રકારોએ કહ્યાં છે. આ સંઘપતિજી કાંઈ દાનાદિ ધર્મનું આરાધન કરવા કટિબદ્ધ છે તેમાં તેમની સંપૂર્ણ ભાવનાનો સુયોગ જ હોય. કોઈની પ્રેરણાથી પરાણે ભાવના વિના કરવું એ તેમને ઓછું રુચિકર છે, તે ઉપરાંત ભાવધર્મના બે ભેદ પૈકી ચારિત્રધર્મના પ્રથમ ભેદનું સ્વયં યદ્યપિ આરાધન કરવામાં તેઓ હંમેશા તૈયાર રહ્યા છે. ગુરુની અધ્યક્ષતામાં નાણ મંડાવીને તેઓએ બાર વ્રત ઘણાં વર્ષો થયાં ઉચ્ચરેલ; એટલું જ નહિ, પરંતુ પોતે તેમ જ પોતાના ધર્મપત્નીએ કરેલાં પંચમી-નવપદજીની ઓળી વગેરે તપસ્યાની પૂર્ણાહૂતિ પ્રસંગે ઘણાં જ ઠાઠથી હજારોના ખર્ચે ઉજવેલ ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે દેશવિરતી ધર્મારાધક સમાજને પોતાને આંગણે નોતરી જનતાએ આપેલા સ્વાગતાધ્યક્ષપદને યથાર્થ સફળ કરેલ છે. રાજનગર નિવાસી ધર્મરસિક શ્રીમાન શેઠ પન્નાલાલ ઉમાભાઈના પ્રમુખપણાંમાં તેમ જ આપણા સંઘપતિની સ્વાગતાધ્યક્ષતામાં ઉજવાયેલ એ ઉજ્જવલ ધર્મપ્રસંગને જામનગરની જૈન-જૈનેતર પ્રજા હજુ અનેક વાર યાદ કરે છે. એમની યોગ્યતાને અનુરૂપ પાનસર અને મહેસાણામાં ઉજવાયેલ દેશવિરતિ ધર્મરાધક સમાજના અધ્યક્ષ તરીકે જૈન સમાજે તેમની વરણી કરી, અને તેઓએ પણ. પોતાની કાર્યદક્ષતાથી સમાજે આપેલા સુકાનીના પદને ઘણું જ શોભાવ્યું. આ સંઘપતિજી અંગે જણાવ્યા મુજબ એકલા ધર્મકુશલ જ નહોતા. પરંતુ તેમની વ્યવહારકુશળતા પણ ઘણી અજબ હતી. ગમે તેટલાં કાર્યો હોય તો પણ તેમની કાર્ય વ્યવસ્થાની શક્તિ સહુ કોઈને હેરત પમાડે છે. સ્વયં ચકોર-કાર્યદક્ષ અને દૂરંદેશી એટલું જ નહિં પરંતુ કોઈ પણ કાર્યનું સારું-માઠું શું ફળ આવશે તેનું સાચું અનુમાન કરવાની તેમની સૂઝ અવર્ણનીય હતી. એમનું કહેવું હંમેશા દલીલપૂર્વક જ હોય છે. તેઓ બહુ પરિમિત બોલવાવાળા, પરંતુ જે બોલે છે તે ઘણો વિચાર કરીને બોલે. તેમની ભાષામાં એટલી મીઠાશ હોય છે કે તે બોલતા હોય ત્યારે ‘હજુ શેઠ બોલ્યા જ કરે' એમ સાંભળનાર સહુ કોઈની ચાહના રહે છે. પૂ. આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાય, મહર્ષિઓ વગેરે અનેક સાધુઓના પરિચયમાં આવવા ઉપરાંત રાજા-મહારાજા, મહામાત્ય, શેઠ, બૃહદ્ ગુજરાતના શાહુકાર અને વિદ્વાન વર્ગના સંસર્ગમાં ઘણી વખત તેઓ આવેલા હોવાથી એમની કાર્ય કરવાની સૂઝ-સમજ અને શક્તિ ઘણાં જ ખીલેલાં છે. પ્રસંગોપાત તેઓ સારું ભાષણ પણ આપી શક્તા. જામનગરના શાસનરસિક સંઘમાં શ્રી પોપટભાઈની આગેવાની પ્રત્યેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ઘણી જ ઇચ્છનીય થઈ પડેલ. સરલ આત્માઓને ધર્મમાં જોડવાને માટે સદા તેઓ તૈયાર જ હોય છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક આત્માઓને ધર્મનો અવિહડ રંગ લાગેલો છે, અનેક વ્યક્તિઓ વ્રત-નિયમપચ્ચકખાણ ધારવાવાળા થયાં છે, કંઈક જીવો દુર્વ્યસનથી મુક્તિ મેળવી જીવનપલટો પામ્યા છે. જામનગરની યંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રાણ હતા. શ્રીમાન સંઘપતિનો સૌભાગ્યસુર્ય એટલો ઉદયવંતો હતો કે જામનગરના સ્થાનિક સમાજ ઉપરાંત અમદાવાદ, પાટણ વગેરે શહેરોનો જૈન સમાજ તેની ખૂબખૂબ ચાહના રાખે. અને હુન્નર ઉદ્યોગશાળાનું ઉદ્ધાટન અથવા તેવા કોઈ પણ મેળાવડા શુભ પ્રસંગે આ પુણ્યશાળીને પ્રધાનપદ આપી પોતાની ભાવના વ્યક્ત કરે. સંઘવી પોપટભાઈ પાલીતાણાઆગમમંદિરમાં સ્વર્ગવાસ પામ્યા, આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય સહયોગી હતા. તેની બાજુનું ગણધરમંદિર પણ તેઓએ પોતાના સ્વદ્રવ્યથી બનાવ્યું હતું. અ.સૌ. સંઘવણ ઉજમબેન સંસાર અટવી ઉલ્લંઘવા માટે ધર્મરથ કહ્યો છે, પુરુષ અને સ્ત્રી એ બે પૈડાં છે. બન્ને સમાન ગુણધર્મી હોય તો સંસાર અટવી જલદી પાર પામી શકાય. સંઘપતિ પોપટભાઈની જેવી સંભાવના આપણે જોઈ ગયા છીએ તે જ પ્રમાણે તેમનાં ધર્મપત્ની સંઘવણ ઉજમબેન ધર્મભાવનામાં ઓછા ઊતરે તેવાં નથી. શેઠાણીમાં ગુરુભક્તિ, તપશ્ચર્યા અને વ્રતનિયમની આરાધના સદ્ગુણો વિશેષ ઝળકી ઊઠતા હોય એમ અનુભવાય છે. શ્રાવકોની કઠિન ગણાતી વ્રતનિયમની આરાધનાની મંગલમય ક્રિયા સિદ્ધક્ષેત્ર, રતલામ અને જામનગરમાં અનુક્રમે કરવામાં તેઓ ભાગ્યશાળી થયાં. વરસીતપ જેવી ઉગ્રતપસ્યા પણ ઉજમબેહેને કરેલી. હજારોને ખર્ચે કરેલું શ્રી નવપદજીનું તથા જ્ઞાનપંચના તપનું ઉજમણું જામનગરની જૈનજૈનેતર પ્રજા આજે પણ યાદ કરે છે. આ ઉપરંત છ8, અટ્ટમ, આયંબિલ વગેરે તપસ્યા સાથે સામાયિક પ્રતિક્રમણ તેમજ પર્વતિથિએ પૌષધાદિ ધર્મકૃત્યો કરવામાં ઉજમબેન પૂરેપૂરાં રંગાયેલાં. સંતાન નહીં છતાં નાની વયમાં પતિદેવની ઇચ્છાનુસાર આજીવન વ્રતશિરોમણી બ્રહ્મચર્યનો સ્વીકાર અને તેના પાલનમાં નિરંતર જાગૃતિ એ ઉજમબેનની ઉચ્ચ ધર્મભાવના દર્શાવે છે. સૌજન્યઃ શેઠશ્રી પોપટલાલ ધરમશીભાઈ જૈન વિધાર્થીભવન જામનગર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844