Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 816
________________ ૭૪ જે બૃહદ્ ગુજરાત, ગુસ્સવમાં લાયન્સ, શેઢી અત્રે સવિચારના પ્રણેતાઓ ગુજરાતીઓ પોતે પોતાના ક્ષેત્રમાં આગવાં મૂલ્યાંકનોને જાગૃત જતન કરી પોતાના ક્ષેત્રમાં જે પ્રગતિ અને વિકાસયાત્રામાં જે ફલશ્રુતિ નજર સામે આવી હોય તેની સમીક્ષા સમયે સમયે થતી રહેશે તો ભાવિ પેઢી માટે એક નવસંસ્કરણ બની રહેશે. | ગુજરાતના વિકાસક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરનારાઓનાં જીવનની લાક્ષણિક્તાઓ કે જીવનની એકાદ ઝાંખી નવી પેઢીમાં આમૂલ પરિવર્તન લાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. આપણા આ કાળના જ અને આપણા જેવા જ સંયોગોમાંથી, સંધર્ષોમાંથી પસાર થઈને સત્ત્વ, વૈર્ય અને આત્મપરાક્રમથી પ્રગટેલા ધીરૂભાઈ અંબાણી જેવા અનેક પુરુષાર્થીનાં જીવન-કવન જાણવા-માણવા જેવાં છે. રોટરી અને લાયન્સ પ્રવૃત્તિના લબ્ધિવંતોએ સામાજિક સેવા ક્ષેત્રે જે ચેતના પ્રગટાવી છે, પરમાર્થની પ્રતિષ્ઠા દ્વારા વિવિધ સેવાયજ્ઞો યોજીને તન,મન, ધનથી અનેકોના પ્રાણમાં પરિતોષ પ્રગટાવનારા વિરલ મહાનુભાવોના જીવન પરિચયો પ્રેરક-પોષક બની રહેશે. ક્યારેક આવા પરિચયોનો મહિમા જીવનમાં સૌભાગ્ય પ્રદાન કરનારા પણ બની રહે છે. આમાંનાં કેટલાંક આદર્શ ચરિત્રો આત્મોન્નતિ સાથે આપણાં જીવનમાં સેવાભાવનાની ભવ્ય ભરતી હેરાવી જાય છે. આપણી સમાજરચનાની ઇમારત ત્યાગ અને સમર્પણના પાયા ઉપર રચાયેલી છે. ક્યાંક કોઈએ શરીર ઘસી નાંખ્યું, ક્યાંક કોઈકે ઇચ્છા આકાંક્ષાઓને દફનાવી સૌને સમાન ન્યાય મળે તેવી જીવનપ્રણાલી અપનાવી, ક્યાંક કોઈએ સંપત્તિની મૂચ્છને મૃતપાયઃ બનાવી અથવા તો સંપત્તિના માલિક નહિ પણ ટ્રસ્ટીશિપની ભાવનાને ઉજાગર કરી, ક્યાંક કોઈકે સ્વજનોના રાગને ઠુકરાવ્યો. આવી ભક્તિભાવના ને સાધના-આરાધનાનાં પાણી સીંચીને જીવનબાગને મઘમઘતો રાખ્યો છે. વર્તમાન સમયમાં એવા ઘણા ઓજસ્વી દીવડાઓ યશકીર્તિ પામ્યા છે. લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે, જેમનાં ત્યાગ, સંયમ, પૈર્ય અને નીડરતાની સંતોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેવા સેવારત શ્રેષ્ઠીઓના સગુણો આજ પણ ઘરઘરમાં ગૂંજન કરી રહ્યા છે. જીવનની અવસ્થા પારખીને પોતાના કર્તવ્યધર્મો અદા કરનારા પણ ઘણા છે. પેઢી દરપેઢીથી ચાલ્યા આવતા ભાતીગળ વારસાને સાચવી નવાયુગના પ્રવાહમાં ચિરંતન પ્રભાવના કરી સ્વજીવનને પણ ધન્ય અને ભવ્ય બનાવ્યું હોય તેવાં આ ચરિત્રો ગુજરાતનું એક માનચિત્ર જ સમવું. સંસ્કારોનું સિંચન, સંવર્ધન કરીને ભક્તિભાવથી જીવનને ઉજમાળ કરનારા એવા ઘણા મહાનુભાવોના હૃદયસ્પર્શી પરિચયો આપણને સૌને પ્રેરક બની રહેશે. સંયમ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેકતી હોય તેવા પણ ઘણા, ઘરેણાં ન પહેરવાં, દૂધનો ત્યાગ, મેવા-મીઠાઈનો ત્યાગ, જોડા-ચંપલ ન પહેરવા, એકપણ વ્યસન નહિ, વિજળીથી ચાલતાં વાહનોનો ક્યારેય ઉપયોગ નહિ, આવા વિચાર પ્રણેતાઓ જ આપણું ગૌરવ અને ગરિમા છે. –સંપાદક Jain Education Intemational cation Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844