Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 839
________________ પ્રતિભા દર્શન જાહેરજીવતતા પથદર્શક : ભાવેણાના હિતચિંતક : નેહાદરશ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ પૂ.શ્રી મોરારિબાપુએ કહ્યું છે કે “જીવનની રીતિ, રાષ્ટ્રપ્રીતિ અને મૂલ્યોવાળી રાજનીતિ આ ત્રણેય એકજ વ્યક્તિમાં લગભગ દુર્લભ ગણાય. પ્રતાપભાઈમાં ત્રણેયનો સંગમ જોવા મળે છે.” ભાવનગર અને જિલ્લાનાં વિવિધ જાહેરક્ષેત્રોમાં જેમની સામાજિક સેવા નોંધપાત્ર બની છે તેવા શ્રી પ્રતાપભાઈને હમણાંજ થોડા સમય પહેલા એક સ્નેહદર સમિતિ તરફથી જાહેર અભિવાદન કરી સન્માનિત કર્યા તે યથાયોગ્ય છે. અભિવાદન પત્રમાં જણાવાયું છે કે ભાવનગર શહેર અને જિલ્લાના પ્રજાજીવનમાં છેલ્લા છ દાયકાથી તેઓ જે સક્રિય યોગદાન આપી રહ્યાં છે તે બદલ ભાવનગરના નાગરિકો ગૌરવ અનુભવે છે. વિદ્યાર્થીકાળમાં આરંભાયેલી તેમની કારકીર્દિમાં ત્રણવાર નગરપાલિકાના સભ્ય પદે. તથા સતત ચાર વખત નિર્વાચિત રાજ્યવિધાનસભાના સભ્ય તરીકે રહીને રાજ્યકક્ષાના નાણામંત્રી તરીકે તેમણે જવાબદારી વહન કરી છે. સૌરાષ્ટ્ર સમાચાર” જિલ્લાના સર્વપ્રથમ દૈનિક અખબારે તેમના વડપણ હેઠળ પત્રકારત્વ ક્ષેત્રે મૂલ્યલલિતાનાં નવાં સોપાનો સિદ્ધ કર્યા છે. દૈનિક અખબારને માત્ર વ્યાવસાયિક સાધન ન ગણતાં અખબારી માધ્યમ તળે તેમણે મોરબીની પૂરહોનારત, રાજયવ્યાપી ભૂકંપ કે કારગીલ યુદ્ધ જેવા પ્રસંગે માનવ લાગણીઓને વિધાયક માર્ગે વાળી છે. અને જિલ્લાની યુવાન પ્રતિભાને પાંગરવાનો મંચ પૂરો પાડ્યો. જનચેતનાને જાગૃત કરી તેમણે સેવાકીય વ્યાપથી રેડક્રોસ હોસ્પિટલ, વિદ્યુત સ્મશાનગૃહ, દિપકસભાખંડ અને ગંગાજળિયા તળાવ જેવા પ્રકલ્પોને લોકર્ષિત કર્યા. તેમની સર્વતોમુખી પ્રતિભાના સંસ્પર્શથી દૂધ સરિતા ડેરી તથા મધ્યસ્થ સહકારી ભંડાર જેવી સંસ્થાઓ પણ વિકસી. આ તમામ પ્રવૃત્તિઓમાં જિલ્લાના અનેક આગેવાનોનો સહકાર પ્રાપ્ત કરીને તેમણે નેત્રદિપક નેતૃત્વ પુરું પાડ્યું છે. આ ઉપરાંત “ગુજરાત દૈનિક અખબાર સંઘ” તથા “ઈન્ના” જેવી સંસ્થાઓના માધ્યમ દ્વારા તેમણે અખબારભવનનું નિર્માણ તથા અખબારી વેતનપંચ જેવા પ્રક્સપોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સંસદ દ્વારા પ્રસ્થાપિત થયેલી દેશવ્યાપી સંસ્થા પ્રેસ કાઉન્સીલ ઑફ ઇન્ડીયાના સભ્ય તરીકે પણ તેમણે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ કાર્યશીલતામાં તેમનું નિસ્પૃહ અને નિર્દભ વ્યક્તિત્વ સતત પ્રેરણામય બનતું રહ્યું છે. ભાવનગરના નાગરિકોએ તેમના આ સેવાયજ્ઞનો ઋણસ્વીકાર કરીને આ અભિવાદનપત્ર પ. પૂ. સંતશ્રી મોરારિબાપુના વરદ હસ્તે અર્પણ કર્યો. આ પ્રસંગે ગુજરાતના રાજપાલશ્રી સુંદરસિંઘજી ભંડારીની વિશેષ ઉપસ્થિતિ ગોરવપ્રદ બની. સ્નેહાદરસમિતિના અધ્યક્ષ શ્રી ગુણવંતભાઈ વડોદરીયા અને નગરપાલિકાના મેયર મહિપતસિંહ ગોહિલના હસ્તાક્ષર સાથે અભિવાદન પત્ર રજૂ થયેલ. શ્રી પ્રતાપભાઈ વિશ્વના ઘણા દેશોની સફરે જઈ આવ્યા છે, અનેક સંસ્થાઓની સ્થાપના કરી તેના રાહબર બન્યા છે. ગ્રંથયોજનાને શુભેચ્છા પાઠવે છેશ્રી સિદ્ધચક્ર તપ જે. મૂ. જૈન સંઘ ટ્રસ્ટ || ૩, શ્રમજીવી સોસાયટી – ગુરુકુળ પાછળ, કાચનું જિનાલય–રાજકોટ ગ્રંથયોજનાને શુભેચ્છા પાઠવે છે— શ્રી શાંતિનગર જૈન સંઘ ઉંઝા (ઉ.ગુ.) જયંતિલાલ મ. શાહ (પ્રમુખ) રમણલાલ ૨. શાહ (ઉપપ્રમુખ) ગિરિશચંદ્ર કે. શાહ (મંત્રી) TUDY Jain Education Intemational For Private & Personal use only Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844