Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 837
________________ પ્રતિમા દર્શન ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પી.એચ. ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશૉપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્પમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે. કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તેમ જ ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રદેશના તેઓ ઉપાધ્યક્ષ છે. અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ અને શ્રી યોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે કાર્યરત કુમારપાળ છેલ્લાં - ૭૮૫ ત્રીસ વર્ષથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ મંત્રી છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થી સમાન ‘ગુજરાતી વિશ્વકોશ’ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવારત છે. શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બા), સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિસ્રસ્ત લોકોને સહાય પહોંચાડે છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો માટે બાર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. અનેક એવોર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશા સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનકલીનો મર્મ પ્રગટ કરે છે. – પ્રસાદ બ્રહ્મભટ્ટ કલાકાર શ્રી ધનરાજ કોઠારીનો નવોન્મેષ નિત્ય નૂતનતાને પોતાની સક્રિય ગતિશીલ પ્રવૃતિમાં જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગુજરાતના ગૌરવ સમા ભાવનગરના પ્રતિભાસમ્પન્ન કલાકાર શ્રી ધનરાજ કોઠારીએ ત્રણ દાયકાની કલા-પ્રવૃતિમાં નવરંગ નિજી પ્રતિમાની પ્રતીતિ કરાવી છે. હસ્તકલા, સ્કેટીંગ, ફોટોગ્રાફી, ચિટીંગ્ઝ કાર્ડ, દાંડિયારાસ, લેખન, અભિનય, સ્ટેજ સુશોભન ક્ષેત્રે ખૂબ નામના પ્રાપ્ત કરી છે. ભારતમાં મુખવટાની કલા ઘણી પ્રાચીન છે. નૃત્ય ભવાઈ જેવી લોકકલાઓમાં મુખવટાનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો રહ્યો છે. પહેલી સદી પૂર્વે રચાયેલા પંતજલીના મહાભાષ્યમાં મુખવટી પહેરીને પાત્રો નાટ્ય પ્રયોગો કરતા તેવો ઉલ્લેખ છે. પૌરાણિક પાત્રોના મુખવટા પહેરીને ભવાઈવેશ ભજવતા. આદિવાસી લોકો જાનવર તથા દુશ્મનોને બિવડાવવા મુખવટા પહેરતા. પૂર્વ ભારતમાં છાંવ નામના નૃત્યમાં રાજા મુખવટો પહેરી શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ વગેરેનું નૃત્ય કરતા. અર્વાચીન કાળમાં મુખવટાનો ઉપયોગ ગૃહ સુશોભન અર્થે પણ થતો હોવાનું જોવા મળે છે. નાટ્યશાસ્ત્રના લેખક ભરતમુનિના આદેશ અનુસાર મુખવટા ધારણ કરેલ પાત્ર કશું બોલે નહિં માત્ર મૂક અભિનવ દ્વારા અભિવ્યક્તિ રજૂ કરે છે. પરંપરા અનુસાર આપણા દેશમાં દેવ-દેવી અને દાનવ તથા પશુ-પંખી અને માનવ વગેરેના મુખવટા તૈયાર થતા હતા અને રંગો દ્વારા એમાં અનુરૂપ ભાવનું આલેખન કરવામાં આવતું હતું. એ પ્રમાણે આ મુખવટા આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવતા. ઉપરાંત આફ્રિકા, ચીન, તિબેટ, નેપાળ વગેરે દેશોનું પ્રતિનિધિત્વ ધરાવતા મુખવટાનું સર્જન કરવામાં શ્રી ધનરાજ કોઠારી સફળ રહ્યા છે. ભારતમાં મુખવટાની કલા પણી પ્રાચીન છે. આજે જ્યારે ગુજરાતમાં આ પરંપરાગત કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય ત્યારે વિલીન થતી કલાને કંઈક અંશે પુનર્જીવિત કરવાનો એમનો આ પ્રયાસ પ્રસંશનીય છે. Shri. T. L. Kapadia Public Charitable Trust Heartly Welcomes you to stay at their AMRAT ATITHI GRUH Jain Education International Kapadia Market, Kandaswamy Lane, Near to Hanuman Wyamshala, Sultan Bazar, Hyderabad-500 195. (A.P.) Phone : 4754389 & 4754972 *In the Heart of city * And yet Calm and quite * Advance Booking Facility available Bombay Thali * Homely Atmosphere * Latest New Building with modern Facilities with reception Passenger lift, T. V. etc. * A/c. room Available * Hall available for small get togerther, merriages, conference etc. * And even then lowest Service Charges only..... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844