Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 821
________________ પ્રતિભા દર્શન ધંધા સાથે ધર્મકાર્યમાં પ્રગતિરૂપે તેઓ ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સહકાર આપે છે. વતન સિહોરમાં માતુશ્રીના નામે માત્ર ૨૦ પૈસામાં દરેકને દવા મળે છે એવા સાર્વજનિક દવાખાનાની સ્થાપના કરી ઉપરાંત આયંબિલ શાળા નિયમિત ચાલે છે. તે માટે મોટી રકમ આપી ભંડોળ એકત્ર કર્યું. તેમજ પિતાશ્રીના નામે મહાવીર જૈનવિદ્યાલય અંધેરીશાખામાં ભોજનગૃહમાં રકમ આપી છે. સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આસોમાસની ઓળીને કાયમી રૂ. ૮૭૭૭૭/- રૂપિયાનો આદેશ માતુશ્રીના નામે લીધો. પાલીતાણામાં કેસરિયાજી ભોજનગૃહમાં માતુશ્રી તથા પરિવારના નામે આદેશ લીધો. પાલીતાણા ડેમ પર સેનિટોરિયમમાં તથા યશોવિજયજી જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ, કન્યાછાત્રાલય, વડોદરાની મહાવીર વિદ્યાલય, સાવરકુંડલાની બાલાશ્રમ જેવી અનેક ધાર્મિક તથા શિક્ષણ સંસ્થાઓમાં વિવિધ રીતે મોટી રકમનાં દાન આપેલ છે. વતન શિહોરમાં ૫.પૂ.આ. કૈલાસસાગરસૂરિજી મહારાજ સા. ની નિશ્રામાં થયેલા ઉપધાનતપમાં સારો હિસ્સો આપી લાભ લીધેલ. આવો બીજો લાભ સં ૨૦૩૭માં કદમગિરિ ખાતે પ.પૂ.આ.શ્રી મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં અગિયાળીમાં પણ પ્રતિષ્ઠા કરાવેલ, ઓછો અભ્યાસ છતાં કોઠાસૂઝ ને નિષ્ઠાને કારણે સર્વકાર્ય ધગશથી કરે છે. દરેક જગ્યાએ દાન ભાવનાને કારણે સમાજમાં અને ઘોઘારી વિ.મા. સહા. ટ્રસ્ટીબોર્ડમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિહોર તથા અન્યત્ર શુભકાર્યો:૧. શિહોરમાં પિતાશ્રીના નામે નહિ નફો નહિ નુકશાનના ધોરણે એક્સરે વિભાગ, ૨. શિહોરમાં ઊકાળેલા પાણીનો કાયમી આદેશ, ૩. વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય અને ચૈત્ર આસોમાસની કાયમી આયંબિલ ઓળી, ૪. પાલડી-અમદાવાદ:- પિતાશ્રીના નામે આયંબિલ હોલ અને અષાઢ સુદ ૪ થી કારતક સુધી કાયમી આયંબિલ, સાવરકુંડલા વિદ્યાર્થીગૃહમાં એક રૂમ, ૬. તપોવનમાં એક સ્કૂલ, ૭. તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખનો ઉચ્ચ હોદો, ૮. પ. પૂ. આ. મેરૂપ્રભુસૂરિશ્વરજી મ.સા. અમિયાપુરમાં સ્મારકમાં સેનેટરી હોલમાં એક બ્લોક, શિહોરમાં નંદલાલ ભુતા ચેરિટેબલ હોસ્પિટલમાં ભાઈ સેવંતીલાલના નામે નસિંગ ક્વાટર્સ, ૧૦. કરમબેલી (વાપી) હાઈવે પર મહિમાપ્રભસૂરિના “મહિમા જે ૦૬૯ પ્રભુ ઉપાશ્રયમાં સાધુ સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ માટે કાયમી માગશર માસનો ખર્ચ, ૧૧. અમદાવાદ શ્રી ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિ.માં ભાઈ સેવંતીલાલના નામે સર્જીકલ ઓ.પી.ડી., ૧૨. શિહોરમાં શ્રી એન.એમ.ભુતા કોમર્સ કોલેજમાં સંચાલન માટે શૈક્ષણિક હેતુ માટે રૂ. પાંચલાખ. સ્વ. ચંપકલાલ ગિરધરલાલ મહેતા ધનજી ધોળા”ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત એવા મોટા સંસ્કારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ચંપકભાઈનો જન્મ થયો. સં. ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો સેવા સંસ્કારનો વારસો ત્રણે બંધુમાં સરખે હિસ્સે વહેંચાયો છે. વડીલ બંધુ પાસેથી પદ્મશ્રી પ્રતાપભાઈ તથા ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીમાં શ્રી ચંપકભાઈને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્ય પરાયણતા અને સંપૂર્ણ જાગૃતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાનો પ્રેમ સંપાદિત કરી શક્યા. સાથે સાથે અમરેલી કપોળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ, માર્કેટીંગ યાર્ડ, ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દોશી કપોળ બોર્ડિંગ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાલાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય, વગેરેના વિકાસમાં તથા તેના સંચાલનમાં પોતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળો આપતા રહ્યા. શ્રી જગજીવનભાઈના નેતૃત્વ નીચે સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુભવ મેળવી આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે રહ્યા. પછી છેલ્લા કેટલાંક વર્ષોથી સિકન્દ્રાબાદ જઈને વસવાટ કર્યો. ત્યાં પણ નાની મોટી અનેક સંસ્થામાં કાર્યરત રહ્યા. થોડા સમય પહેલાંજ સ્વર્ગવાસી થયા. જીવનભર અનેકને ખૂબ જ ઉપયોગી થયા. તેમના પુત્ર પરિવારે પણ સેવાભાવનાનો આ વારસો જાળવી રાખ્યો છે. શ્રી સી. એન. સંઘવી શ્રી સી.એન. સંઘવીનું જીવન બહુમૂલ્ય, પરિણામલક્ષી અને નિઃસ્વાર્થ સેવાઓથી ભર્યું છે. મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં વિવિધ અધિકારીપદે રહીને તેમણે કર્તવ્યનિષ્ઠ અને નોંધપાત્ર સેવાઓ કરી પં Jain Education Intemational www.jainelibrary.org lan International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844