Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 827
________________ પ્રતિભા દર્શન ઇ.સ. ૧૯૭૭ થી પ્રમુખ છે. વ્યાવસાયિક મહાસંઘના કન્વીનર છે. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીના સભ્ય છે. શેઠ નંદલાલભાઈ દેવચંદભાઈ (કોલકત્તા) જન્મ જેતપુરમાં અને વસવાટ કોલકત્તામાં એવા નંદલાલભાઈને પરિવારમાં ચારપુત્રો, ત્રણ પુત્રીઓ ને ધર્મપત્ની પ્રભાકુંવરબેન, પૂર્વની પૂણ્યાએ અઢળક સંપત્તિ સાથે ધાર્મિક સંસ્કારોને કારણે સંપત્તિના સથથી સાતેયક્ષેત્રમાં સત્કર્મની વાવણી કરી મબલખ સમ્યકફળ પ્રાપ્ત કરે છે. જન્મભૂમિ કાઠિયાવાડ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રબંગાળમાં શુભ-શુભતર-ભતમ સંપત્તિનો છૂટે હાથે સર્વ્યય કરી રહ્યા છે. સૌથી નાના પુત્ર શેઠ પરેશકુમાર દર્શનપ્રાપ્તિ માટે પાદલિપ્તપુરની પાવન ધરતી પર તળેટીરોડ પર મહારાષ્ટ્ર ભુવનની બાજુમાં અનુપમ, અદ્વિતીય ભવ્યાતિત જિનાલય (વર્ષમાંન મંદીર) સ્વદ્રવ્યે બંધાવી રહ્યા છે. ને માવડીના ગણીના ધર્મસંસ્કારનાં સિંચને શ્રાવક ધર્મનું પૂર્ણતઃ પાલન કરી જીવન ગુજારી શેઠકુટુંબનું અમૂલ્ય રત્ન બની રહ્યા છે. મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી નાની ઉંમરે સૂઝબૂઝથી વ્યવસાય કરી રહ્યા છે. લાગણી-કરુણા-પ્રેમને મમતાથી પરિવારજનોનાં જીગર જીતી લીધાં છે. તેમના દીતિ ઉભાની પ્રેરણાથી સંયમી ને સદાચારી જીવનમાં સત્કાર્યો કરી રહ્યા છે. નવકારાદિ કરોડે મંત્રજપના આરાધકે, સરળ સ્વભાવી, સાધ્વીરત્ના, પૂ. પદ્મપથી મ.સા. શાસનદેવ તેઓના સતકાર્યોમાં સહાય કરે ને બાહ્યાંતર શુદ્ધીકરણ કરે તથા હિંમત સાહસને શ્રદ્ધાના પ્રાણ પૂરે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના વનની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુખી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી કેરી ક્ષેત્રે ઉત્પાદન લાઈન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦ની કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓ ૮૭માં મહુવાથી પાલીતાણા કરી પાળતો સંધ પૂ.આ. અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. Jain Education International * tou ડિસેમ્બર ‘૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદિશ્વરદાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલીતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે, તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે. પૂ.આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખુબજ સારી ચાલે છે. અને એ માર્ગે આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂા. પાંચલાખનું દાન આપેલ છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ એન્જિનિયર થયા છે ને ફેક્ટરી સંભાળે છે. પોતાની પ્રગતિનો સઘળો યશ શ્રેષ્ઠીશ્રી દલીચંદ પરશોત્તમ શાહને આપે છે. તેઓ માને છે કે માનવજીવન માત્ર આરાધના માટે મળ્યું છે તો મહત્તમ આરાધના કરી લેવી. શ્રી માણેકલાલ કે. શાહ જૈન જાગૃતિ સેન્ટર જેવી અનોખી અને માતબર સંસ્થાના સુકાની શ્રી માણેકલાલ કે. શાહ આજે આપણા જૈનસમાજના ગૌરવશાળી રત્ન છે. શ્રી માલેલાલનો જન્મ ઉત્તર ગુજરાતમાં બેચરાજી પાસે ૫૦૦ માણસોની વસ્તી ધરાવતા સીણજના પરામાં તા. ૧૧-૩૩૩ના દિવસે થયેલ. વતનમાં ૪ ધોરણ સુધી અભ્યાસ કરી જૈન વિદ્યાર્થીભવન કીમાં ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી આ એસ. એસ. સી. પસાર કરી. ત્યારબાદ મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી સીડનહામ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૫૫માં બી.કોમ.ની ડીગ્રી મેળવી. ૧૯૫૮માં ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે સફળતા મેળવી. તે વખતના ત્રણ ટકાના રિઝલ્ટમાં આવી સફળતા શ્રી માણેકભાઈએ પ્રાપ્ત કરી તે સિદ્ધિ અલ્પ ન ગણાય. વ્યવસાયે ચાટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હરિદાસ એન્ડ કું.ના સીનિયર પાર્ટનર છે. સનર્સમ સરસ કોટીંગ્સ પ્રા.લિ.ના ચેરમેન અને યરેક્ટર છે. એપોલો સ્ટ્રેપ્સ પ્રા.લિ.ના પક્ષ ચેરમેન અને ડરેક્ટર છે, અગાઉ ડીલિક નિક્સન લી. અને સોસમ ઇન્ડિયા લી.ના ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલ છે. સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય અને ધર્મ આરાધના તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના કારણે જ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવાઓ આપી રહેલા છે. ભૂતપૂર્વ ચેરમેન : જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ તથા જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ભૂતપૂર્વ પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ.પૂ. વિદ્યાર્થીભવન અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844