Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 819
________________ પ્રતિભા દર્શન પ્રત્યેક કાર્યમાં તેઓ પ્રેરણામૂર્તિ બની રહ્યાં. આ સુખી દાંપત્યના પરિણામરૂપ તેમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. ૫રમાર્થી જીવનજીવીને તા. ૨૧-૧૦૮૯ના રોજ તેઓ પરલોકવાસી બન્યા. પાલીતાણાતા જૈન ગુરુકૂળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલીતાણા યશોવિજય જૈન ગુરુકૂળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગુન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકૂળ પાલીતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સીડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકીર્દિ ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષે ઊંચા નંબરે પાસ થઈ બી. કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ ફા. માં જોડાયા. જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન પારેખ એન્ડ કા. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજ સેવાની કોઈ તક જવા દીધી નથી. નિરાભિમાની અને પરગજૂ સ્વભાવના શ્રી કાન્તિભાઈ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો માતૃસંસ્થા ગુરુકૂળને તેઓ હંમેશા યાદ કરતા રહ્યા છે. આપબળે આગળ આવી ગુરુકૂળનું ગૌરવ વધાર્યું છે. દક્ષિણ ભારતમાં વિવિધ સામાજિક સેવામાં અગ્રેસર શ્રી કાંતિલાલ એ. કામદાર (મદ્રાસ) ઔદ્યોગિક ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત જલતી રાખતા મદ્રાસના મહારથી Jain Education International > tÇto ગુજરાતી અગ્રેસર શ્રી કાંતિલાલભાઈ અમીચંદ કામદારનું સમગ્ર જીવન આગે કદમીના ઉજ્જવળ ઇતિહાસનું દર્શન કરાવે છે. સૌરાષ્ટ્રના સ્વામીનારાયણના ગઢડાના સુવિખ્યાત સુખી સમૃદ્ધ જૈન વણિક પરિવારમાં શ્રી કાંતિલાલભાઈનો જન્મ ઇ.સ. ૧૯૨૫ના માર્ચની ૨૭ તારીખે થયો હતો. વતનમાં અભ્યાસ પછી પિતાના પગલે પગલે યુવાન શ્રી કાંતિભાઈ કિસ્મતના ખેલ ખેલવા મદ્રાસને આંગણે ઇ.સ. ૧૯૫૬માં આવી આયાત નિકાસના વ્યાપારમાં સામેલ થયા હતા. આગેકદમીનાં ઉન્નત સ્વપ્રો સદાય હૈયામાં ઘોળાતાં આ યુવાને સ્ટેનલેસસ્ટીલના વ્યવસાયમાં ઝંપલાવી ‘ઝેનિથ ઇન્ટરનેશનલ'ના નામે સ્ટેનલેસ સ્ટીલના કારખાનાના પાયા નાંખ્યા હતા. આજે આ ઉદ્યોગક્ષેત્રની તેમની ઉન્નતિ ઉજ્જવળ સ્વરૂપ પામી છે. ભવ્ય ‘ઝેનિથ હાઉસ’ના દ્વારેથી તેનું સંચાલન થઈ રહ્યું છે. ભારત સરકારે સ્ટેનલેસસ્ટીલના શ્રેષ્ઠ નિકાસ માટે એવોર્ડ પણ આપ્યો છે. તેઓ ‘રાજયોગ કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન પદે છે. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ શ્રી કાંતિલાલભાઈ મોખરે છે. શ્રી ગોહિલવાડ મિત્રમંડળનું ઉપપ્રમુખ સ્થાન સં. ૧૯૮૧માં દીપાવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર જૈન સંઘના ઉપપ્રમુખ તરીકે, શ્રી સૌરાષ્ટ્ર જૈન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે, શ્રી જૈન સોશ્યલ ગ્રુપ મદ્રાસ સેન્ટ્રલના પ્રમુખપદે સારી સેવા આપી જે યાદગાર બની રહેલ છે. તેઓશ્રી ગુજરાતી મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી રહેલ છે. તેઓશ્રી લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ગવર્નર પદે નિમાયા. ઉદ્યોગક્ષેત્રમાં તામિલનાડુ મેટલવેર એસોસિયેશનના ૧૯૮૨ થી ૧૯૮૭ સુધી પ્રમુખપદે સારી સેવા આપી છે. તેમ જ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ છે. તેઓશ્રીએ મદ્રાસની વેંકટેશ્વરા એન્જિનિયરિંગ કોલજ તથા શ્રી ગુજરાતી એ.બી.પારેખ વિદ્યામંદિર તથા શ્રી ગુજરાતી કન્યા કેળવણી મંડળ તથા બાળ વિહાર ગિલ્ડ ઓફ સર્વિસ, શ્રી ગુજરાતી સહાયકારી હોસ્પિટાલમાં ખૂબ સારી સહાય કરેલ છે. માતૃભૂમિ ગઢડામાં ત્યાંની પાંજરાપોળ તથા ત્યાંની અન્ય સંસ્થાઓને સારી રકમ ઉદારતાથી આપી છે. તથા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે બસસ્ટેન્ડ પાસે પાણીનું પરબ બંધાવી આપેલ છે. માનવતાનાં દરેક કાર્યોમાં શ્રી કાન્તિભાઈએ તન, મન ધનથી અનેક સંસ્થાઓને મદદ કરી છે. દક્ષિણ ભારત સૌરાષ્ટ્ર મહાસંઘના ફાઉન્ડર પ્રેસીડેન્ટ તરીકે, દિગમ્બર જૈન સ્વાધ્યાયમંડળ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ તરીકે તેમની સેવા નોંધપાત્ર છે. આ ઉપરાંત હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, અખિલ ભારત ગુજરાતી સમાજ, ઇન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસ, આંધ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ભારતીય વિદ્યાભવન, ઇન્ડિયન રેડ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844